સુરતમાં હોટલ - ફાર્મ હાઉસમાં લઈ જઈ શારીરિક શોષણ કરનાર વિરૂદ્ધ ફરિયાદ
સુરત, 20 જૂન (હિ.સ.) : કતારગામના યુવકે નોકરી અપાવવાના બહાને યુવતીને ફસાવી કતારગામના યુવકે હોટલ અને ફાર્મહાઉસમાં લઈ જઈ બળાત્કાર કર્યો હતો. તેમજ યુવતીના અશ્લીલ ફોટો-વિડીયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી શારીરીક શોષણ કર્યું હોવાનો કિસ્
સુરતમાં હોટલ - ફાર્મ હાઉસમાં લઈ જઈ શારીરિક શોષણ કરનાર વિરૂદ્ધ ફરિયાદ


સુરત, 20 જૂન (હિ.સ.) : કતારગામના યુવકે નોકરી અપાવવાના બહાને યુવતીને ફસાવી કતારગામના યુવકે હોટલ અને ફાર્મહાઉસમાં લઈ જઈ બળાત્કાર કર્યો હતો. તેમજ યુવતીના અશ્લીલ ફોટો-વિડીયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી શારીરીક શોષણ કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી યુવકને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કતારગામમાં આંબાતલાવડી, હરીધામ સોસાયટીમાં રહેતો વિમલ ભુપતભાઈ ભીકડીયા (ઉ.વ.29) વર્ષ 2024ના જુલાઈ-ઓગસ્ટ માસ દરમિયાન 22 વર્ષીય યુવતીને નોકરી અપાવવાની વાત કરી જહાંગીરપુરા દાંડી રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલના રૂમમાં બોલાવી હતી. ત્યાં સિગારેટ પીવડાવતા યુવતીને ચક્કર આવતા ઘેનની હાલતમાં યુવતી બેડ પર પડી જતાં તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. આરોપી વિમેલે તેના મોબાઇલમાં યુવતીના નગ્ન ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા અને તેને વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2025માં ઓલપાડ-અટોદરા ચોકડી નજીકના ફાર્મ હાઉસમાં અને 10જૂન 2025ના રોજ અંકુર વિદ્યાલયની ગલીમાં અંધારામાં લઈ જઈ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપી વિમલને યુવતી અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતી હોવાનું જાણતો હોવા છતાં વારંવાર ફોટા-વીડિયો ડિલીટ કરવાના બહાને તેનું શોષણ કરતો હતો. તેમજ યુવતીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો આખરે કંટાળીને યુવતીએ આ મામલે ગતરોજ ફરિયાદ નોંધાવતા જહાંગીરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande