
સુરત, 20 જૂન (હિ.સ.) : શહેરનાં લસકાણા વિસ્તારમાં રહેતી પરિણીતાને દહેજમાં 11 લાખ અને જમીન લખાવી અપાવવાના બહાને પતિ સહિત સાસરીયાઓ દ્વારા શારીરીક માનસીક ત્રાસ આપી મારઝુડ કરવામાં આવતા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પરિણીતાએ તેના પતિ મનહર મોહનભાઈ ધામી, સસરા મોહન વલ્લભભાઈ ધામી, સાસુ કંચન મોહનભાઈ ધામી, દિયર સંદિપ મોહનભાઈ ધામી અને દેરાણી કિંજલ સંદિપભાઈ ધામી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, જુલાઈ 2024થી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ઘરકામ બાબતે મહેણાં-ટોણાં મારી શારીરિક - માનસિક ત્રાસ આપી મારઝુડ કરતા હતા. આ ઉપરાંત દહેજ પેટે પિતાના ઘરેથી જમીન પોતાના નામે કરાવી લાવવા તથા રૂ.11 લાખ લાવી આપવા દબાણ કરતા હતા. પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે