
પોરબંદર, 20 જૂન (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે તા. 21 જૂન, 2026 ના રોજ પોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા તેમજ વિવિધ સરકારી સંસ્થાઓમાં યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પોરબંદરના ચોપાટી વિસ્તાર ખાતે હજુર પેલેસ પાછળ યોજાશે. ઉપરાંત પોરબંદર તાલુકાકક્ષાનો કાર્યક્રમ સ્વામિનારાયણ ગુરુકુળ (છાયા), રાણાવાવ નગરપાલિકા અને તાલુકાકક્ષાનો કાર્યક્રમ સરકારી હાઈસ્કૂલ, રાણાવાવ તેમજ કુતિયાણા નગરપાલિકા અને તાલુકાકક્ષાનો કાર્યક્રમ ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજાનાર છે.
આ ઉપરાંત જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ કક્ષા પર યોગ કાર્યક્રમો યોજાશે. જિલ્લાના તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, કોલેજો, આઈ.ટી.આઈ., પી.એચ.સી. સેન્ટરો, પેટા આરોગ્ય કેન્દ્રો તેમજ પોલીસ સ્ટેશનો ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને મોટી સંખ્યામાં યોગ કાર્યક્રમોમાં જોડાઈ યોગને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya