
સુરત, 20 જૂન (હિ.સ.) : મહિધરપુરામાં હરીપુરા વિસ્તારમાં નોર્થ સાઈટ ટેનામેન્ટમાં જી.સી. જવેલર્સના નામે ધંધો કરતા શિલ દંપતિએ ત્રણ વેપારીઓ પાસેથી રૂપિયા 67.78 લાખનું 445 ગ્રામ 24 કેરેટ સોનું દાગીના બનાવવા માટે લીધા બાદ પરત નહી આપી ઉઠમણુંકરી રફુચક્કર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.
મહિધરપુરા પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ હીરપુરામાં પીછરડી રોડ ખાતે જી.સી. જલેવર્સના નામે મૂળ પશ્વિમ બંગાળના નયન ઉર્ફે બિંદુ કૂષ્ણ શિલ અને તેની પત્ની દિપાએ માર્ચ 2025માં દાગીનાની ડિઝાઇન બનાવવાના વેપારના બહાને લલીત અગ્રવાલ પાસેથી રૂપિયા 44,48,000ની કિંમતનું 290 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ, તેના મિત્ર ઉમાકાંત ગુપ્તા પાસેથી 15,50,000ની કિંમતના 100 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ અને અક્ષય બેરી પાસેથી 7,80,000ની કિંમતનુ 55 ગ્રામ ગોલ્ડ મળી કુલ રૂપિયા 6778000 ના મત્તાનું કુલ 445 ગ્રામ 24કેરેટ ગોલ્ડ લીધુ હતું જો કે શિલ દંપતિએ સોનું લીધા બાદ આજદિન સુધી મૂળ સોનું કે તૈયાર કરેલા દાગીના પરત આપ્યા ન હતા. વેપારીઓ દ્વારા વારંવાર દાગીના કે પછી તેઓએ આપેલ ગોલ્ડની માંગણી કરતા ખોટા ખોટા વાયદાઓ આપ્યા બાદ ભાગી ગયા હતા. બનાવ અંગે લલીત અગ્રવાલની પેઢીના કર્મચારી વિકાસ અશોકકુમાર અગ્રવાલ (રહે. રોયલ રેસીડેન્સી, આનંદમહલ રોડ, અડાજણ)એ ગતરોજ ફરિયાદ નોંધાવતા મહિધરપુરા પોલીસે શિલ દંપતિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે