સિદ્ધપુર નજીક કાકોશી સર્કલ પાસેથી કતલખાને લઈ જવાતી 15 ભેંસોને ગૌરક્ષકો અને પોલીસે બચાવી લીધી
પાટણ, 20 જૂન (હિ.સ.)સિદ્ધપુર નજીક કાકોશી સર્કલ પાસેથી કતલખાને લઈ જવાતી 15 ભેંસોને ગૌરક્ષકો અને પોલીસે બચાવી લીધી છે. મધરાતે મળેલી બાતમીના આધારે ટ્રકને રોકી તપાસ કરતા ભેંસોને અમાનવીય રીતે ભરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ગૌરક્ષક જયમીન દિનેશ પટ
સિદ્ધપુર નજીક કાકોશી સર્કલ પાસેથી કતલખાને લઈ જવાતી 15 ભેંસોને ગૌરક્ષકો અને પોલીસે બચાવી લીધી


પાટણ, 20 જૂન (હિ.સ.)સિદ્ધપુર નજીક કાકોશી સર્કલ પાસેથી કતલખાને લઈ જવાતી 15 ભેંસોને ગૌરક્ષકો અને પોલીસે બચાવી લીધી છે. મધરાતે મળેલી બાતમીના આધારે ટ્રકને રોકી તપાસ કરતા ભેંસોને અમાનવીય રીતે ભરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

ગૌરક્ષક જયમીન દિનેશ પટેલને સુરતથી મળેલી માહિતી મુજબ ભેંસોથી ભરેલો ટ્રક રાજસ્થાનના કતલખાને જઈ રહ્યો હતો. બાતમીના આધારે ગૌરક્ષકોએ ટ્રકનો પીછો કરીને કાકોશી સર્કલ નજીક તેને ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ દરમિયાન પાણી અને ઘાસચારાની કોઈ વ્યવસ્થા વગર 15 ભેંસોને ખીચોખીચ ભરેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે ટ્રક ચાલક સુફિયાન ઈસ્માઈલ હાજી અને ક્લીનર અલતાફ અબ્બાસભાઈ સિપાઈની અટકાયત કરી હતી.

પ્રાથમિક પૂછપરછમાં ભેંસો આણંદના અજર નામના વ્યક્તિ દ્વારા ભરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રૂ. 1.50 લાખ કિંમતની ભેંસોને નાગવાસણ પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી છે, જ્યારે ટ્રક અને બે મોબાઈલ ફોન જપ્ત કરીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande