સોમનાથ જિલ્લામાં વિધવા મહિલાઓએ હયાતી ખરાઇનું વેરિફિકેશન કરાવવું ફરજિયાત
સોમનાથ,20 જૂન (હિ.સ.) સોમનાથ જિલ્લામાં ગંગા સ્વરૂપના આર્થિક સહાય યોજના'' (વિધવા સહાય યોજના) હેઠળ લાભ મેળવનાર તમામ બહેનો માટે હયાતીની ખરાઈ (Life Verification) કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ સતત મળતો રહે તે માટે લાભાર્થીઓને
સોમનાથ જિલ્લામાં વિધવા મહિલાઓએ હયાતી ખરાઇનું વેરિફિકેશન કરાવવું ફરજિયાત


સોમનાથ,20 જૂન (હિ.સ.) સોમનાથ જિલ્લામાં ગંગા સ્વરૂપના આર્થિક સહાય યોજના' (વિધવા સહાય યોજના) હેઠળ લાભ મેળવનાર તમામ બહેનો માટે હયાતીની ખરાઈ (Life Verification) કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ સતત મળતો રહે તે માટે લાભાર્થીઓને 31 જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ ફરજિયાતપણે પૂર્ણ કરવાની રહેશે.

આ યોજનાના લાભાર્થીઓને મળતી માસિક 1250 ની આર્થિક સહાય અવિરત ચાલુ રહે તે માટે સમયમર્યાદામાં વેરિફિકેશન પૂર્ણ કરવું આવશ્યક છે. નિયત સમયમાં હયાતીની ખરાઈ નહીં કરાવનાર લાભાર્થીઓનો લાભ બંધ થઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લાભાર્થીઓ પોતાના ગામના VCE (Village Computer Entrepreneur) નો સંપર્ક કરી શકે છે.

તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની કામગીરી સંભાળતા કોમ્પ્યુટર ઓપરેટરની મદદ મેળવી શકાશે. જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સંપર્ક કરીને પણ વેરિફિકેશન કરાવી શકાશે.

આ યોજનામા હયાતીની ખરાઈ માટે આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલ મોબાઇલ નંબર તથા લાભાર્થીની ઉંમર 50 વર્ષથી ઓછી હોય તો પુનઃલગ્ન કર્યા નથી તે અંગેનો દાખલો રજૂ કરવાનો રહેશે.

લાભાર્થીઓ ઘરે બેઠા વેરિફિકેશન કરાવી શકે છે. જેમાં લાભાર્થીએ સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પરથી 'Aadhaar Face RD' એપ્લિકેશન ડાઉનલોડ 'Beneficiary Satyapan (BSA)' એપ્લીકેશન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવી. એપ્લિકેશનમાં આધાર કાર્ડ નંબર અને આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર દાખલ કરીને OTP મારફતે નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ 'Gujarat Govt Scheme' વિકલ્પ પસંદ કરી આધાર નંબર અને મોબાઈલ દાખલ કરી ઓટીપી(Otp) વેરીફાઈ કરી લાઈવ સેલ્ફી સ્કેન કરી સરળતાથી હયાતીની ખરાઈ કરી શકાશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande