
સોમનાથ,20 જૂન (હિ.સ.) કોડીનાર પોલીસ સ્ટેશન SHE ટીમ દ્વારા ઓપરેશન સુરક્ષિત સાયબર શક્તિ ડ્રાઇવ અંતર્ગત ભ.ભા વિદ્યાલય કોડીનાર ના પટાંગણમાં બાળકોને બાળ અધિકારોના સંરક્ષણ અને તેમને વધતા સાયબર જોખમોથી સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય સાથે “ઓપરેશન સુરક્ષિત સાયબર શક્તિ ડ્રાઇવ” અંતર્ગત વિશેષ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું .
આજના ડિજિટલ યુગમાં બાળકો ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ કરે છે, જેના કારણે તેઓ સાયબર બુલિંગ, ઓનલાઈન છેતરપિંડી નો ભોગ બને છે. તેમજ વિવિધ અધિકારો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.
કોડીનાર પોલીસ સ્ટેશન ના પી.આઈ એન.વી હરિયાણીના માર્ગદર્શન હેઠળ she team ઈનચાર્જ હંસા ઝાલા, અનુપા ઝાલા, ભૂમિકા પરમાર , સંગીતા ચૌધરી, ઉર્મિલા ઝાલા,તથા આઈ ટી એક્સપર્ટ વિશાલ વાળા,અને તાલુકા કાનૂની સેવા સમિતિના પીએલવી પ્રકાશ મકવાણા અને આચાર્ય અને સ્ટાફ વિદ્યાથીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ