
સોમનાથ,20 જૂન (હિ.સ.) પ્રાચી તીર્થ...પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત તથા રંભુ ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા 123 મો વિનામૂલ્યે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ, હાર્ડવૈદ,જનરલ ચેકઅપ કેમ્પ કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો આ કેમ્પના દાતા ડો.રોહિત પટેલ સાવલિયા પ્રાચી તથા તેમના પિતા ઘનશ્યામભાઈ તથા કરસનદાસ બાપુ ઉપવાસી પાધેશ્વરી આશ્રમ મટાણા તથા રણછોડદાસ બાપુ આંખ ની હોસ્પિટલના ડો. અલ્કેશ ખેરાડીયા તથા ડો. ભગીરથ સિંહ રાઠોડ માધવ ક્લિનિક તથા ડો.પાલા સોલંકી તથા સહિતના અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના પરિવારજનો ના કર કમલો દ્વારા દિપ પ્રાગટય કરી તથા ગાયત્રી પરિવાર ના કાર્યકર્તા પત્રકાર જાદવ ચુડાસમા એ કેમ્પને ઉદ્બબોધન કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
આ તકે સૌના માટે વિશ્વના કલ્યાણ તથા સૌનો સદબુદ્ધિ તથા ઉજજવળ ભવિષ્ય માટે 11 ગાયત્રી મહામંત્ર, તેમજ પાંચ મહામૃત્યુંજય મંત્રના સામુહિક જાપ કરવામાં આવેલ હતા તથા દરેક દર્દીઓને ગાયત્રી ચાલીસા ભેટ આપવામાં આવી શતાબ્દી વર્ષ નિમિત્તે તેમજ પૂજ્ય ગુરુદેવના સાહિત્ય અને દરેક દર્દીઓને ગાયત્રી ચાલીસા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમુર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવન નો સંદેશ પાઠવેલ લોકોને હૃદય ગંમ કરવા આહવાન કરેલ હતું તથા પર્યાવરણના બચાવવા માટે દરેક દર્દીઓને ઘરે વૃક્ષારોપણ માટે અપીલ કરવામાં આવી હતી .
કેમ્પના દાતા ડો. રોહિત પટેલ તથા તેમના પરિવારનુ સન્માન પરમ પૂજ્ય ગુરુદેવ ના દેવસ્થાપન ફોટો તથા ગુરુદેવ લિખિત સત સાહિત્ય ઉપવાસી કરસનદાસ બાપુ દ્વારા મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવેલ હતુ
આ કેમ્પમાં શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના ડો. અલ્પેશભાઈ ખેરડીયા કુલ ૧૫૦ દર્દીઓ ને તપાસી જેમાં થી 48 દર્દીઓ ને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયેલ હતા તથા જનરલ ચેકઅપ કેમ્પમાં ડો. ભગીરથસિંહ રાઠોડ માધવ ક્લિનિક થરેલી એ 40 થી વધુ દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી તથા ડાયાબિટીસના દર્દીઓને વિનામૂલ્યે રિપોર્ટ પણ કરી આપેલ હતા તથા હાર્ડવૈદ હમીર પ્રાચીએ 20 જડીબુટ્ટી યુક્ત પ્રખર માલિશ તેલ દ્વારા 40 દર્દીને હાથ પગ સાંધા ના દુખાવા ના મસાજ કરેલ તથા દાતા તરફ થી સૌના માટે ચા - પાણી તથા સુંદર ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાંઆવી હતી
આ કેમ્પ ને સફળ બનાવવા માટે કાના સોલંકી ( બોસન ) તથા નાથાસોલંકી ( થરેલી રાહુલ રાઠોડ તથા પપ્પુભાઈ તથા જેઠારાઠોડ બોસન તથા વજુ ગોહિલ તથા નર્સિંગ વાઢેર છગિયા , નારણ વાળા પાદરુકા તથા સોનીબેન ગોરખમઢી, પ્રજ્ઞા ચુડાસમા, વિશ્વેશ્વરી ચુડાસમા ભુવનેશ્વરી ચુડાસમા ગીતાબેન તથા ગંગામાં તથા પ્રતીક્ષા પ્રાચી, પત્રકાર જાદવ ચુડાસમા પ્રાંચી તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા તથા સેવાભાવી ભાઇ બહેનો દ્વારા ખુબ જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો....
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ