ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વેરાવળમાં ટ્રાફિક ડ્રાઇવ
ગીર સોમનાથ, 20 જૂન (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જાડેજાના માર્ગદર્શન મુજબ જિલ્લા ટ્રાફિક શાખાના પો.સબ. ઇન્સ. મોરવાડીયા, એ.એસ.આઈ. પ્રતાપભાઇ પરમાર, એ.એસ.આઈ. લખમણભાઇ વાળા, પો.હે.કો. સરમણભાઈ નંદાણીયા સહિત પો.સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય માર્ગો
સોમનાથ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વેરાવળ માટ્રાફિક ડ્રાઇવ


ગીર સોમનાથ, 20 જૂન (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જાડેજાના માર્ગદર્શન મુજબ જિલ્લા ટ્રાફિક શાખાના પો.સબ. ઇન્સ. મોરવાડીયા, એ.એસ.આઈ. પ્રતાપભાઇ પરમાર, એ.એસ.આઈ. લખમણભાઇ વાળા, પો.હે.કો. સરમણભાઈ નંદાણીયા સહિત પો.સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર લોકો જાહેર રોડ પર આડેધડ પોતાના વાહનો આડેધડ પાર્કિંગ કરી ટ્રાફિકને અડચણ ઉભી થતી હોય અને અકસ્માતો સર્જાતા હોય ત્યારે જી.ટ્રાફિક પો.સ્ટાફ દ્વારા ડ્રાઇવ કરવામાં આવેલ જેમ સ્થળ દંડ, મેમો સહિત નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ. આગામી દિવસોમાં ટ્રાફિક ડ્રાઇવ ચાલુ રહેશે તો લોકોએ પોતાના વાહનો જાહેર રોડ પર ટ્રાફિક ને અડચણ રૂપ આડેધડ પાર્કિંગ ન કરવા પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે. અન્યથા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે લોકોએ પણ પ્રશાસન સહકાર આપવા અપીલ કરાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande