જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નરસિંહ મહેતા સરોવર ખાતે થશે
જુનાગઢ, 20 જૂન (હિ.સ.) : જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નરસિંહ મહેતા સરોવર જૂનાગઢ ખાતે મેયર ધર્મેશ પોશિયાની અધ્યક્ષતામાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તા.૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી દ
જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નરસિંહ મહેતા સરોવર ખાતે થશે


જુનાગઢ, 20 જૂન (હિ.સ.) : જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નરસિંહ મહેતા સરોવર જૂનાગઢ ખાતે મેયર ધર્મેશ પોશિયાની અધ્યક્ષતામાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તા.૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે.

જૂનાગઢમાં યોગા ફોર હેલ્ધી એજિંગની થીમ સાથે ફાર્મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનાર છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જયેશ વાજાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ તકે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને વિશ્વ યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સમીક્ષા બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકા યોગ કોર્ડીનેટર વૈશાલી ચુડાસમા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ, શાળા કોલેજોના આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande