જૂનાગઢમાં 12 આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થશે ઉજવણી પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં નાગરિકોને જોડાવા અનુરોધ
જુનાગઢ,20 જૂન (હિ.સ.) જૂનાગઢમાં 21 જૂને 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બીલખા રોડ પરની રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નાગરિકોને
જૂનાગઢમાં 12 આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થશે ઉજવણી પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં નાગરિકોને જોડાવા અનુરોધ


જુનાગઢ,20 જૂન (હિ.સ.) જૂનાગઢમાં 21 જૂને 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બીલખા રોડ પરની રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નાગરિકોને જોડાવવા પણ અપીલ કરવામાં આવી છે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ Yoga for Healthy Ageing થીમ પર ઉજવણી કરવામાં આવશે. પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે સવારે 6 કલાકેથી યોગાભ્યાસનો પ્રારંભ થશે.

આધુનિક જીવનશૈલીમાં સંતુલન લાવવા અને સ્વસ્થ જીવન માટે લોકોને યોગ અપનાવવા પ્રેરિત કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્ય સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande