
જૂનાગઢ,20 જૂન (હિ.સ.) જૂનાગઢ, જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ડી.ડી.લાડાણી હાઇસ્કુલ કેશોદ ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ ભરતીમેળામાં જૂનાગઢ જિલ્લાના 1700 થી વધુ ઉમેદવારોને ઈ-મેઇલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 43 થી વધુ ઉમેદવારો હાજર રહેલ હતા.
આ ભરતીમેળામાં ઉપસ્થિત તમામ નોકરીદાતાઓ દ્વારા ખાલી રહેલ જગ્યા તેમજ મહેનતાણુ અન્ય લાભો અને સુવિધાઓથી ઉમેદવારોને માહિતગાર કર્યા હતા, આ કુલ ચાર નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. જેમાં હાજર રહેલ પૈકી 38 જેટલા ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી, તદ ઉપરાંત રોજગાર કચેરીના કર્મચારી દ્વારા રોજગાર કચેરીની સેવાઓ તથા રોજગારવાંચ્છુ ઉમેદવારોને મોટીવેશન આપી કારકિર્દી માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.
તેમજ ભરતીમેળામાં ઉપસ્થિત ઉમેદવારો તથા ડી.ડી. લાડાણી હાઇસ્કુલ ખાતે અભ્યાસ કરતા ઉમેદવારો માટે એક રોજગાર નોંધણી કેમ્પનુ આયોજન પણ કરવામાં આવ્યુ હતુ.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ