
જુનાગઢ 20 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી તથા રાજ્યના ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જૂનાગઢ શહેરમાં વિવિધ જન પ્રતિનિધિઓ અને લોક અગ્રણીઓની મુલાકાત લીધી હતી. હાલમાં ચાલી રહેલા ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને કલ્યાણના આ અભિયાન અન્વયે વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત ઉર્જા રાજ્ય મંત્રીએ આ મુલાકાત દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા નવીન પ્રયાસો, જનસેવા, જનજાગૃતિ અને લોકોની આ અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિકાસલક્ષી ચર્ચા કરવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન મંત્રીએ સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને લોક કલાકાર રાજભા ગઢવી, અગ્રણી કિશોરભાઇ ચોટલીયા, પદ્મ હાજીભાઈ કાસમભાઈ મીર, મહિલા અગ્રણી રૂપલબેન લખલાણી, લોક સાહિત્યના જાણીતાં ગાયક કલાકાર જીતુભાઈ દાદ સહિતના મહાનુભાવો સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પ હેઠળ વિવિધ પ્રકારના કાર્યક્રમો, લોક સેવાની ઝુંબેશોનું આયોજન સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં પણ કરવામાં આવ્યું છે.
આ તકે જૂનાગઢના મેયર શ્રી ધર્મેશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, સાંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમા સહિતના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ