કચ્છમાં પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે તંત્ર સજ્જ: જિલ્લા સંકલન બેઠકમાં વિકાસ અને સુવિધાઓના મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા
કચ્છ, 20 જૂન (હિ.સ.) : ભુજ ખાતે આજે જિલ્લા કલેક્ટર કચેરીમાં યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોને સ્પર્શતા પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસલક્ષી કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેક્ટર પાર
સંકલન સહ ફરિયાદ ની બેઠક


સંકલન સહ ફરિયાદ ની બેઠક


સંકલન સહ ફરિયાદ ની બેઠક


સંકલન સહ ફરિયાદ ની બેઠક


કચ્છ, 20 જૂન (હિ.સ.) : ભુજ ખાતે આજે જિલ્લા કલેક્ટર કચેરીમાં યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોને સ્પર્શતા પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસલક્ષી કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગોના અધિકારીઓને સમયમર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન નાગરિકોને સીધી અસર કરતા આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પાણી પુરવઠો, માર્ગ-મકાન, વીજળી, રમતગમત, જમીન સંપાદન અને ગ્રામ વિકાસ જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી અને જ્યાં કામગીરીમાં વિલંબ જોવા મળતો હોય ત્યાં તેને ઝડપી બનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

ભુજ વિસ્તાર સંબંધિત મુદ્દાઓમાં સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને આવશ્યક દવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થા, શાળાઓમાં જરૂરીયાત મુજબ નવા વર્ગખંડોનું નિર્માણ, ખેડૂતોની જમીન સંબંધિત પ્રશ્નો તથા જાહેર ઉપયોગ માટે જમીનની ફાળવણી જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી જેથી વરસાદી મોસમ દરમિયાન નાગરિકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

અબડાસા અને નખત્રાણા વિસ્તારના વિકાસને લગતા અનેક પ્રશ્નો પણ બેઠકમાં ઉઠાવવામાં આવ્યા હતા. ખેડૂતોને વારસાઈ એન્ટ્રી, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સહિતના લાભો સમયસર મળી રહે તે માટેની વ્યવસ્થા, ટાઉનહોલ નિર્માણ, સરકારી કોલેજ માટે જમીન સંપાદન, નવા ડેમોના પ્રસ્તાવો અને વિવિધ પાણી યોજનાઓની પ્રગતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, ગ્રામ પંચાયતોના રેકોર્ડ, માર્ગ નિર્માણ, રમતગમતના મેદાનોની ફાળવણી, વીજ કનેક્શન, પીવાના પાણીની સુવિધા અને કોમ્યુનિટી હોલ જેવી સુવિધાઓ અંગે પણ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

સરહદી અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બને તે માટે એમ્બ્યુલન્સ સુવિધા વધારવા, પશુઓમાં ચોમાસા પહેલાં રોગચાળો ન ફેલાય તે માટે જરૂરી દવાઓ અને રસી ઉપલબ્ધ કરાવવા તેમજ ખેડૂતોને વાવણી પહેલાં બિયારણ અને ઘાસચારાની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા બાબતે પણ ચર્ચા થઈ હતી. કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી અને પાણીની લાઈનમાં ગેરકાયદેસર જોડાણો દૂર કરવા જેવા મુદ્દાઓ પણ બેઠકમાં પ્રાથમિકતાથી લેવામાં આવ્યા હતા.

નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે પ્રજાના પ્રશ્નોના ઉકેલમાં કોઈપણ પ્રકારનો વિલંબ સહન કરવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે નાગરિકોને અસર કરતા પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓએ જરૂર પડે ત્યાં સ્થળ મુલાકાત લઈને હકીકતોની ચકાસણી કરવી અને સમસ્યાઓના વ્યવહારુ ઉકેલ લાવવા પ્રયાસ કરવા જોઈએ. જ્યાં રાજ્ય સરકારની મંજૂરી આવશ્યક હોય તેવા કેસોમાં દરખાસ્તો તાત્કાલિક મોકલીને કામગીરીને ગતિ આપવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ તેમજ સંબંધિત કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પ્રજાના પ્રશ્નોને કેન્દ્રસ્થાને રાખીને વિકાસકાર્યોને વધુ અસરકારક રીતે આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande