
પોરબંદર, 20 જૂન (હિ.સ.) : 12મા વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે તા. 21 જૂન, 2026 ના રોજ પોરબંદરના હજુર પેલેસ પાછળ આવેલા ચોપાટી ખાતે પોરબંદર જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાનો ભવ્ય સામૂહિક યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા પ્રેરક ઉપસ્થિતિ આપશે. ઉપરાંત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાશે.
દરિયાની લહેરાતી લહેરો અને કુદરતી સૌંદર્ય વચ્ચે યોજાનાર આ યોગ કાર્યક્રમમાં સહભાગીઓ સામૂહિક યોગાભ્યાસ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીનો અનુભવ કરશે. કાર્યક્રમ દ્વારા યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ અને નિરોગી સમાજના નિર્માણનો સંદેશ આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya