મહેસાણા એલસીબીએ, પશુ ચોરીના ગુનામાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
મહેસાણા, 20 જૂન (હિ.સ.)મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) એ પશુ ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી સ્વિફ્ટ કાર, મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 1.39 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહ
મહેસાણા એલસીબીએ પશુ ચોરીના ગુનામાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા


મહેસાણા, 20 જૂન (હિ.સ.)મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) એ પશુ ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી સ્વિફ્ટ કાર, મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 1.39 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ, જિલ્લામાં બનતા મિલકત સંબંધી અને પશુ ચોરીના ગુનાઓને અટકાવવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે અંતર્ગત એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે પાલાવાસણા ચોકડી નજીક પુલ નીચે દરોડો પાડી સફેદ સ્વિફ્ટ કાર સાથે ત્રણ શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ પશુ ચોરીમાં સંડોવણી કબૂલી હોવાનું પોલીસે જણાવ્યું છે.

ઝડપાયેલા આરોપીઓમાં સલમાન ગુલામુસ્તુફા કુરેશી, મહોમંદઘોષ મહમંદહનીફ કુરેશી અને મહોમંદરફીક મુખત્યાર શેખનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી એક સ્વિફ્ટ કાર, ચાર મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂ. 1,39,100નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કેસમાં વધુ બે આરોપીઓ વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ માટે આરોપીઓને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande