મહેસાણા શહેરમાં વિકાસકાર્યોની સ્થળ પર સમીક્ષા, બગીચાઓની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ
મહેસાણા, 20 જૂન (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની સ્થળ પર મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી હતી. શહેરના વિકાસને વધુ ગતિ આપવા તેમજ પ્રજાલક્ષી સુવિધાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે આ નિ
મહેસાણા શહેરમાં વિકાસકાર્યોની સ્થળ પર સમીક્ષા, બગીચાઓની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ


મહેસાણા, 20 જૂન (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની સ્થળ પર મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી હતી. શહેરના વિકાસને વધુ ગતિ આપવા તેમજ પ્રજાલક્ષી સુવિધાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે આ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પદાધિકારીઓએ લાખવડ ગાર્ડન, મહાત્મા ગાંધી ગાર્ડન (બિલાડી બાગ) અને અરવિંદ બાગની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન બગીચાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ, સૌંદર્યીકરણ, સ્વચ્છતા, જાળવણી અને ચાલી રહેલા વિકાસકાર્યોની સ્થિતિ અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

પદાધિકારીઓએ બગીચાઓમાં આવતા નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી સુધારા અને વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. ઉપરાંત હરિયાળી જાળવવા, બાળકો માટેના રમકડાંની સુવિધાઓ, પ્રકાશ વ્યવસ્થા અને સ્વચ્છતા અંગે પણ ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું.

મહાનગરપાલિકાના અધિકારીઓએ ચાલી રહેલા કાર્યોની માહિતી આપી હતી અને વિવિધ વિકાસ પ્રકલ્પોની પ્રગતિ અંગે અવગત કરાવ્યા હતા. શહેરના જાહેર બગીચાઓને વધુ આકર્ષક અને નાગરિકમૈત્રી બનાવવા માટે મહાનગરપાલિકા સતત પ્રયાસશીલ હોવાનું આ પ્રસંગે જણાવાયું હતું. સ્થળ નિરીક્ષણ દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande