મહેસાણા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
મહેસાણા, 20 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી સંબંધિત વિભાગોના અધિકારીઓને સમયમર્યાદામાં પ્રશ્નોનો
મહેસાણા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ


મહેસાણા, 20 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી સંબંધિત વિભાગોના અધિકારીઓને સમયમર્યાદામાં પ્રશ્નોનો નિકાલ લાવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. રાજ્યસભા સાંસદ મયંક નાયકે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જિલ્લાના અંડરપાસોમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. ઉપરાંત આયુષ્માન કાર્ડના લાભથી તમામ પાત્ર લાભાર્થીઓ આવરી લેવાય તેમજ “એક પેડ માઁ કે નામ” અભિયાનમાં કર્મયોગીઓ સક્રિય ભાગ લે તે અંગે સૂચનો કર્યા હતા.

લોકસભા સાંસદ હરિભાઈ પટેલે ટુંડાવ અને શિહી જમીન સંપાદન વળતર, આંગણવાડી મકાનો, શાળાઓમાં ઓરડાઓની સ્થિતિ, આરોગ્ય કેન્દ્રોના મકાનો, જળસંચય પ્રોજેક્ટો અને મધ્યાહ્ન ભોજન યોજનાની ગુણવત્તા જેવા મુદ્દાઓ રજૂ કર્યા હતા. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ સતલાસણા તાલુકાની ટાસ્કફોર્સ સમિતિ સંબંધિત વિગતો અંગે રજૂઆત કરી હતી.

ધારાસભ્યોએ રસ્તા, રિચાર્જ બોર, સર્વિસ રોડ, આરોગ્ય સબ સેન્ટર, આંગણવાડીઓ અને જાહેર પરિવહન સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેક્ટરએ તમામ મુદ્દાઓ પર જરૂરી કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande