રાષ્ટ્રપતિ મુર્મુને જન્મદિવસ પર ઓમ બિરલા અને અમિત શાહ સહિતના ટોચના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ, પ્રેરણા અને સેવાના પ્રતીક ગણાવ્યા
નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જન્મદિવસ પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિતના ટોચના નેતાઓએ તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. નેતાઓએ રાષ્ટ્રપતિ મુર્મુના સંઘર્ષપૂર્ણ જીવન, સાદગી, બંધારણીય મૂલ્ય
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જન્મદિવસ પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિતના ટોચના નેતાઓએ તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. નેતાઓએ રાષ્ટ્રપતિ મુર્મુના સંઘર્ષપૂર્ણ જીવન, સાદગી, બંધારણીય મૂલ્યો પ્રત્યેની નિષ્ઠા અને રાષ્ટ્રસેવા પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરતા તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરી હતી.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી દેશના સર્વોચ્ચ બંધારણીય પદ સુધીની તેમની પ્રેરણાદાયી સફર, કરોડો ભારતીયો, ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને વંચિત વર્ગો માટે આશા, પરિશ્રમ અને સંકલ્પનો સશક્ત સંદેશ છે. તેમણે રાષ્ટ્રપતિના ગરિમાપૂર્ણ નેતૃત્વ અને વિકસિત ભારતના નિર્માણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પ્રેરણારૂપ ગણાવી હતી.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે, રાષ્ટ્રપતિ મુર્મુના કાર્યકાળને નારી સન્માન, જનકલ્યાણ અને રાષ્ટ્રસેવાના ક્ષેત્રમાં સિદ્ધિઓથી ભરેલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમનું જીવન સંઘર્ષ, સમર્પણ અને રાષ્ટ્રભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રપતિને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, તેમણે પોતાનું જીવન સમાજ સેવા અને લોકોને સશક્ત બનાવવા માટે સમર્પિત કર્યું છે તથા સર્વસમાવેશી વિકાસ અને સામાજિક ન્યાય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અનુકરણીય છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાષ્ટ્રપતિની સફરને ભારતીય લોકશાહીની શક્તિનું પ્રતીક ગણાવી હતી. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે, રાષ્ટ્રપતિના સાદગીપૂર્ણ જીવન, આદિવાસી સમાજના ઉત્થાન પ્રત્યેના તેમના સમર્પણ અને બંધારણીય મૂલ્યો પ્રત્યેની તેમની નિષ્ઠાને દેશવાસીઓ માટે પ્રેરણાદાયી ગણાવી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ, રાષ્ટ્રપતિ મુર્મુને રાષ્ટ્રની પ્રેરણા અને સેવાભાવની મૂર્તિ ગણાવતા કહ્યું કે, તેમનું જીવન સંઘર્ષથી શિખર સુધીની અનુકરણીય ગાથા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તેમના સરળ વ્યક્તિત્વ અને રાષ્ટ્રસેવા પ્રત્યેના સમર્પણને પ્રેરણારૂપ ગણાવ્યું હતું.

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ મુર્મુએ પોતાના સંઘર્ષ, સેવા અને નેતૃત્વથી દેશની કરોડો દીકરીઓ અને મહિલાઓને નવા સપના જોવાનો અને તેને સાકાર કરવાનો આત્મવિશ્વાસ આપ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande