પાટણમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જાહેર કર્યો.
પાટણ, 20 જૂન (હિ.સ.)દેશભરમાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાને પશ્ચિમ બંગાળના તારકેશ્વરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જાહેર કર્યો, જેમાં ખેડૂત પરિવારોના ખાતામાં રૂ. 2000ની
પાટણમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જાહેર કર્યો.


પાટણ, 20 જૂન (હિ.સ.)દેશભરમાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાને પશ્ચિમ બંગાળના તારકેશ્વરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જાહેર કર્યો, જેમાં ખેડૂત પરિવારોના ખાતામાં રૂ. 2000ની સહાય સીધી જમા કરાઈ.

આ અંતર્ગત પાટણના એ.પી.એમ.સી. હોલ ખાતે સાંસદ ભરતસિંહ ડાભીની અધ્યક્ષતામાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ”, “મિલેટ્સ ડેવલપમેન્ટ” યોજના અને કૃષિ મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં 51.28 લાખથી વધુ ખેડૂતોને 23મા હપ્તા તરીકે રૂ. 102 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. જ્યારે પાટણ જિલ્લામાં 1,86,596 ખેડૂતોના ખાતામાં કુલ રૂ. 37.32 કરોડની સહાય સીધી જમા કરાઈ હતી.

કાર્યક્રમ દરમિયાન સાંસદ ભરતસિંહ ડાભીએ ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે અમલમાં રહેલી વિવિધ યોજનાઓની માહિતી આપી અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સરકારના પ્રયાસોની પ્રશંસા કરી.

પ્રસંગે વિવિધ યોજનાઓના પૂર્વ મંજૂરી હુકમો લાભાર્થી ખેડૂતોને અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande