
નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રાષ્ટ્રપતિની હિંમત, સાદગી, નમ્રતા અને જાહેર સેવા પ્રત્યેના અતુટ સમર્પણની પ્રશંસા કરતા કહ્યું કે, તેમનું જીવન દેશવાસીઓ માટે સતત પ્રેરણાનો સ્ત્રોત છે.
વડાપ્રધાને શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર જાહેર કરેલા સંદેશામાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના લાંબા જાહેર જીવનમાં રાષ્ટ્રની ઉત્કૃષ્ટ સેવા કરી છે. તેમણે ખાસ કરીને વંચિત, ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના કલ્યાણ માટે સતત કામ કર્યું છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતના વિકાસ અને પ્રગતિ પ્રત્યે રાષ્ટ્રપતિનું અતુટ સમર્પણ અત્યંત પ્રેરણાદાયી છે. તેમણે રાષ્ટ્રપતિના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની કામના કરતા કહ્યું કે, તેમને રાષ્ટ્રની સેવા માટે ઈશ્વર તરફથી શક્તિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ