


છોટાઉદેપુર , 20 જૂન (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ શરૂ થતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સંખેડા નજીક ઓરસંગ નદી પરના મેજર બ્રિજના રિપેરિંગ કામનું નિરીક્ષણ કર્યું.
કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરે સ્થળ મુલાકાત લઈ ઇજારદારને કામગીરી ઝડપી પૂર્ણ કરવા સૂચના આપી
બ્રિજ મજબૂતીકરણનું કામ 90% પૂર્ણ. નવીન રેલિંગનું કામ 85% પૂર્ણ થયું છે સાથે સાથે
ડાયવર્ઝન ની પણ તપાસ વરસાદથી નદીમાં પાણી આવતા હયાત ડાયવર્ઝનને નુકસાન થયું છે કે નહીં તેનું પણ નિરીક્ષણ કરાયું હતું. ડાયવર્ઝનને નુકસાન થવાના કિસ્સામાં બ્રિજ પરથી માત્ર ટુ વ્હીલર અને હળવા વાહનોને જ પસાર થવા દેવાશે તેમ આવેલ અધિકારીએ જણાવ્યું હતું
અને વધુમાં જણાવ્યું હતું કે રિપેરિંગ કામગીરી ચાલુ હોવાથી ભારદારી વાહનોને હાલ પ્રવેશ આપવામાં આવશે નહીં
ચોમાસામાં લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા કામગીરી ઝડપી કરાઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ