
સુરત, 20 જૂન (હિ.સ.) શહેરનાં ઘોડદોડ રોડ પાસે રામચોક ખાતે આવેલા ક્રોમા શોરૂમમાં મોડી રાત્રે કાચનો દરવાજો તોડી અંદર ત્રાટકેલા તસ્કરોએ રૂપિયા 11.33 લાખના મત્તાના ઇલેક્ટ્રોનિક્સ સામાનની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચ્યો છે.
ઉમરા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ભેસ્તાન સપ્વન સૃષ્ટિ રેસીડેન્સીમાં રહેતા શિવપ્રતાપ સિંહ ઘોડદોડ રોડ રામચોક પાસે ક્રોસવે મોલના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા ક્રોમા શોરૂમમાં નોકરી કરે છે. આ શો રૂમમાં 19મીના રોજ મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. શોરૂમના મુખ્ય પ્રવેશદ્વારનો કાચનો દરવાજો તોડી અંદર ઘુસેલા તસ્કરોએ પાંચ આઈફોન કિંમત.5.70 લાખ, બ્લૂટૂથ સ્પીકર, એપલ કી-બોર્ડ, આઈપેડ, રેડમી ટેબ્લેટ, એસેર લેપટોપ, પાવર બેન્ક, સ્માર્ટ વોચ, ઇયરબર્ડ્સ-હેડફોન સહિત કુલ 123 નંગ વસ્તુઓ મળી કુલ રૂપિયા 11,33,053ના મત્તાનો ઈલેક્ટ્કોનિક્સની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
બનાવ અંગે સવારે ચોરીની ખબર પડતા શિવપ્રતાપ સિંહએ પોલીસને જાણ કરતા ઉમરા પોલીસનો કાફલો સ્થળ પર પહોîચી ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજ સહિતના આધારે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે