
ગીર સોમનાથ 20 જૂન (હિ.સ.) સોમનાથ જીલ્લામા માર્ગ સલામતી તેમજ રોડ અકસ્માત ઘટાડવા સારૂ ટ્રાફીક અવેરનેસના કાર્યક્રમો તેમજ શાળા કોલેજોમાં જાગૃતતા કાર્યક્રમો કરવા સારૂ સુચના કરેલ હતી. જે અનુસંધાને આજરોજ સ્વામીનારાયણ ગુરુકુળ(SGVP), દ્રોણ ગામ, ગીર ગઢડા ખાતે ધોરણ ૯ થી ૧૨ ના વિર્ધાર્થીનીઓ માટે ટ્રાફીક અવેરનેસ કાર્યક્રમમા જિલ્લા ટ્રાફીક શાખા તથા આર.ટી.ઓ. દ્વારા માર્ગ સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ જેવા કે ટ્રાફીકના નિયમોની જાણકારી અને તેનુ પાલન, વાહન ચલાવતી વખતે હેલ્મેટ/સીટ બેલ્ટનો ઉપયોગ તેમજ ચાલુ વાહને મોબાઇલ ઉપયોગ ટાળવો વિગેરે અગત્યના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામા આવેલ. તેમજ ટ્રાફીક સિગ્નલની માહિતી તથા રોડ ક્રોસ કરતી વખતે જિબ્રા ક્રોસીંગનો ઉપયોગ તેમજ “સાવચેતી એ જ સલામતી* સુત્ર સાર્થક થાય તે માટે સંકલ્પ કરવવામાં આવેલ. તેમજ રોડ અકસ્માતમાં ગોલ્ડન અવરમા ઇજા પામનારને હોસ્પિટલ પહોચાડતા રાહવીરને યોજના વિશે માહિતગાર કરવામાં આવેલ. તેમજ PM-RAHAAT યોજના વિશે જાણકારી આપવામાં આવેલ.
બાદમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિધ્યાર્થીઓને આજના સમયમાં થતા Cyber fraud/crime વિશે માહિતી આપવામા આવેલ. તેમજ તેનાથી કઇ રીતે બચી શકાય. અને સાયબર હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવેલ. બાદ ગીર ગઢડા પોલીસ સ્ટેશનની શી” ટીમ દ્વારા વિધ્યાર્થીનીઓને આજના સમયમા થતા મહિલાઓ તથા બાળકો સાથે થતા અત્યાચારો/ગુના સંબંધિત માહિતી તેમજ Good Touch Bad Touch વિશે વિગતવાર માર્ગદર્શન આપવામા આવેલ. તેમજ મહિલા હેલ્પ લાઇન નંબર ૧૮૧ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવેલ. બાદ એસ.ઓ.જી. શાખા તરફથી વિધ્યાર્થીઓને નશા મુકત ભારત રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત તંબાકુ, દારૂ, નશાકારક પદાર્થો વગેરે વ્યસનોના દૂષણથી જાગૃત કરવામાં આવેલ અને વ્યસન માત્ર વ્યક્તિનું નહીં પરંતુ સમગ્ર સમાજનું નાશ કરે છે. જે બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ.
બાદ જિલ્લા હાઇવે સેફટી ટાસ્ક ફોર્સ અંતર્ગત જિલ્લા ટ્રાફીક પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પસાર રાષ્ટ્રીય રાજમાર્ગ (NH-51) પર અકસ્માત ઘટાડવા સારૂ રોડ પર ભારે વાહનો ગેરકાયદેસર પાર્કીંગ થયેલ હોય જેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં ભારે વાહનો વિરુધ્ધ ઇ-ચલણ કેસ - ૧૨ કરવામા આવેલ. તેમજ હોટલ ધાબા સંચાલકોને તેમજ ભારે વાહન ચાલકોને Designated Parking Bay/Lay-Bye પર જ વાહનો પાર્ક કરવા માહિતગાર કરવામાં આવેલ છે. બસ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ