છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખેડાના ગલતેશ્વરમાં 2.91 ઈંચ વરસાદ
અમદાવાદ,20 જૂન (હિ.સ.) જૂનનું ત્રીજું અઠવાડિયું પૂરું થવા આવ્યું છે, તેમ છતાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હજુ રફ્તાર પકડી શક્યું નથી. આ કારણે દેશના અનેક વિસ્તારોમાં વાદળછાયું આકાશ અને તોફાન વચ્ચે પણ ગરમીનો પ્રકોપ યથાવત્ છે, જ્યારે 23 જૂન પછી હવામાનમા
The highest rainfall in the last 24 hours was 2.91 inches in Galteshwar, Kheda.


અમદાવાદ,20 જૂન (હિ.સ.) જૂનનું ત્રીજું અઠવાડિયું પૂરું થવા આવ્યું છે, તેમ છતાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હજુ રફ્તાર પકડી શક્યું નથી. આ કારણે દેશના અનેક વિસ્તારોમાં વાદળછાયું આકાશ અને તોફાન વચ્ચે પણ ગરમીનો પ્રકોપ યથાવત્ છે, જ્યારે 23 જૂન પછી હવામાનમાં મોટો ફેરફાર આવવાની સંભાવના છે.

રાજ્યમાં પ્રિ-મોનસુન એક્ટિવિટીને કારણે છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.

જોકે, હવામાન વિભાગે ગુજરાતમાં વિધિવત ચોમાસું ક્યારથી શરૂ થશે તેની કોઈ સત્તાવાર આગાહી કરી નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડાના ગલતેશ્વરમાં 2.91 ઈંચ અને સૌથી ઓછો વલસાડમાં 1 મિમી વરસાદ પડ્યો છે. શુક્રવારે ઉત્તર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે ભાવનગર, અમરેલી, વલસાડ, ગોધરા, નર્મદા, મહીસાગર, છોટાઉદેપુર સહિતમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો.

ગતરોજ રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી અને અમદાવાદમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું હતું, જ્યારે બાકીના વિસ્તારોમાં તે સામાન્ય નોંધાયું હતું. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારમાં, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. સવારથી એકપણ તાલુકામાં સત્તાવાર વરસાદ નોંધાયો નથી.

અમદાવાદ શહેરમાં 18 જૂને માત્ર 1 મિમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે હવામાં ભેજ વધતા નાગરિકોએ અસહ્ય બફારાનો સામનો કરવો પડ્યો છે.

આજે શહેરમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ તથા વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદના એક કે બે રાઉન્ડ આવવાની સંભાવના છે.

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. ગતરોજ શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ અને લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી સેલ્સિયસ (સામાન્ય કરતાં -0.6 ડિગ્રી ઓછું) નોંધાયું હતું.

હવામાન વિભાગ (IMD)ની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી કેટલાક દિવસો સુધી દેશમાં ગરમી અને વરસાદનું મિશ્રિત વાતાવરણ જોવા મળશે. તેમ છતાં રાહતની વાત એ છે કે 23 જૂનની આસપાસ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ફરીથી સક્રિય થઈને અનેક રાજ્યોમાં આગળ વધી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande