રાજકોટમાં વૃદ્ધને બંધક બનાવી મોડી રાત્રે કરોડોની લૂંટ
- 2.47 કરોડ રોકડા,5 થી 7 તોલા સોનું લઈ 5 થી 7 જેટલા બુકાનીધારી શખસો ફરાર રાજકોટ,20 જૂન (હિ.સ.) રાજકોટના જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં ગતરાત્રિના 1 વાગ્યા આસપાસ કરોડોની લૂંટની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે. 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા નામના
રાજકોટમાં વૃદ્ધને બંધક બનાવી મોડી રાત્રે કરોડોની લૂંટ


- 2.47 કરોડ રોકડા,5 થી 7 તોલા સોનું લઈ 5 થી 7 જેટલા બુકાનીધારી શખસો ફરાર

રાજકોટ,20 જૂન (હિ.સ.) રાજકોટના જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં ગતરાત્રિના 1 વાગ્યા આસપાસ કરોડોની લૂંટની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે. 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધને ઘરમાં બંધક બનાવી 5 થી 7 જેટલા લૂંટારૂઓએ 2.47 કરોડ રોકડા અને 5થી 7 તોલા સોનું લૂંટી ગયા હોવાની જાણકારી મળી છે.

ઘટનાની જાણ થતાં જ રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે.

ઘટનાની જાણ થતા રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. એલસીબી, સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે.

બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરાઈ રહી છે.

જાડેજા પરિવાર ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે.

એલસીબી અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande