કુતિયાણા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-પ્રદર્શન યોજાયું
પોરબંદર, 20 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાન સેવક તરીકેના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને કુતિયાણા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ -પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
કુતિયાણા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-પ્રદર્શન યોજાયું.


કુતિયાણા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-પ્રદર્શન યોજાયું.


કુતિયાણા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-પ્રદર્શન યોજાયું.


કુતિયાણા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-પ્રદર્શન યોજાયું.


કુતિયાણા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-પ્રદર્શન યોજાયું.


કુતિયાણા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-પ્રદર્શન યોજાયું.


પોરબંદર, 20 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાન સેવક તરીકેના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને કુતિયાણા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ -પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીએ દરેકને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું છે. આવનારી પેઢીના સ્વાસ્થ્ય તેમજ ધરતી માતાની ફળદ્રુપતા જાળવવા માટે હવે પ્રાકૃતિક ખેતી અપનાવવી એ સમયની સૌથી મોટી જરૂરિયાત છે.

તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોની રૂબરૂ મુલાકાત લઈ તેનો પ્રત્યક્ષ અનુભવ મેળવવા તેમજ નિષ્ણાતોના માર્ગદર્શનથી પોતાની મૂંઝવણો દૂર કરીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા અપીલ કરી હતી.

તેમણે જણાવ્યું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કૃષિ મંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતી અભિયાનને પ્રોત્સાહન આપવા સતત કાર્યરત છે. ખેડૂતો આ અભિયાનમાં સક્રિય સહભાગી બની પ્રાકૃતિક ખેતી અપનાવે તે સમયની જરૂરિયાત છે.

વધુમાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે તેમણે પોતાના સરકારી નિવાસસ્થાનની લૉન દૂર કરીને ત્યાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી હળદર તથા વિવિધ શાકભાજીનું વાવેતર કર્યું છે. તેમણે જિલ્લાના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળીને કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગને બદલે જીવામૃત, ઘનજીવામૃત, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને નિમાસ્ત્ર જેવા પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું કે બીમારીઓથી બચવા માટે ઓછું પણ સારું અને શુદ્ધ ખાવું જરૂરી છે. અને નાગરિકો, ખાસ કરીને મહિલાઓને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો ખરીદીને ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પણ અનુરોધ કર્યો હતો.

પોરબંદર જિલ્લા કિસાન મોરચાના પ્રભારી જયભાઈ પઢિયારે પોતાના પ્રાકૃતિક ખેતી તરફના અનુભવો શેર કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને રાસાયણિક મુક્ત અન્નનું ઉત્પાદન કરવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની અપીલ કરી હતી.

સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) કચેરી, જૂનાગઢના મદદનીશ ખેતી નિયામક (ગોપકા) વિજય રાણાવાયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સર્ટિફિકેશનની પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કેવીએકે), ખાપટના વિષય નિષ્ણાત રવિ નંદાણીયાએ આડેધડ રાસાયણિક દવાઓના છંટકાવથી થતા નુકસાન અંગે માહિતી આપી હતી તેમજ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના પ્રાકૃતિક ખેડૂતોએ પોતાના સફળ અનુભવો રજૂ કરીને અન્ય ખેડૂતોને પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમમાં પોરબંદર આત્મા વિભાગના ડાયરેક્ટર સીમા શર્માએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખાપટના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા એચ. આર. વદરે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ભીમ ઓડેદરા, કિસાન મોરચાના મહામંત્રી નિલેશ ખૂટી, વિસ્તરણ અધિકારી એસ. ભંડેરી, મામલતદાર, ટી.ડી.ઓ., કુતિયાણા સહિતના અધિકારીઓ, ખેડૂતો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande