સુરતમાં બેંક લૂંટનું માઈક્રો પ્લાનિંગ કરનાર માસ્ટરમાઈન્ડ સહિત બે આરોપી તમિલનાડુથી ધરપકડ
સુરત, 20 જૂન (હિ.સ.) : શહેરના એલ.એચ. રોડ વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં હથિયારના જોરે રૂ. 50 લાખની લૂંટના ચર્ચાસ્પદ કેસમાં સુરત શહેર પોલીસની ઝોન-1 SIT ટીમને મોટી સફળતા મળી છે. લૂંટનું સમગ્ર પ્લાનિંગ કરનાર માસ્ટરમાઈન્ડ સહીત બે આરોપીઓને તમિલનાડુમાંથ
Arrest


સુરત, 20 જૂન (હિ.સ.) : શહેરના એલ.એચ. રોડ વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં હથિયારના જોરે રૂ. 50 લાખની લૂંટના ચર્ચાસ્પદ કેસમાં સુરત શહેર પોલીસની ઝોન-1 SIT ટીમને મોટી સફળતા મળી છે. લૂંટનું સમગ્ર પ્લાનિંગ કરનાર માસ્ટરમાઈન્ડ સહીત બે આરોપીઓને તમિલનાડુમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂ. 2.70 લાખની રોકડ રકમ પણ કબજે કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જણાવ્યા ગત તા. 27 એપ્રિલ રોજ બપોરે આશરે 1 વાગ્યે એલ.એચ. રોડ પર એફિલ ટાવર પાસે આવેલા શક્તિ ટાવરના પહેલા માળે આવેલી એસબીઆઈ બેંકમાં પાંચથી વધુ શખ્સો ઘૂસી આવ્યા હતા. આરોપીઓએ પિસ્તોલ જેવા હથિયારો બતાવી બેંક કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી રૂ. 50 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી.આ બનાવમાં સુરત શહેર પોલીસે અગાઉ કુંદન ભગત ગેંગના મુખ્ય સૂત્રધાર ચંદન ભગત સહિતના આરોપીને ઝડપી પાડયા હતા.જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વ હેઠળ ઝોન-1 SIT ટીમની રચના કરવામાં આવી હતી.ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ, મોબાઇલ ટાવર ડેટા અને અન્ય ટેકનિકલ વિશ્લેષણના આધારે સતત તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આ લૂંટ અને આંતરરાજ્ય ગુનેગાર કુંદન ભગતે જેલમાં રહીને કુંદન ભગતે સુરતમાં બેંક લૂંટનું આયોજન કરવાની જવાબદારી જેને સોંપી હતી અને આ સમગ્ર લૂંટનો માસ્ટરમાઈન્ડ વિકાસકુમાર છે.આ તમામ હકીકતો અને માહિતના આધારે આરોપીઓને ઝડપી પાડવા SITની વિવિધ ટીમો સતત 20 દિવસથી વધુ સમય સુધી ગુજરાત બહાર અને અન્ય રાજ્યોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. દરમિયાન ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ કર્ણાટક-તમિલનાડુ સરહદ વિસ્તારમાં છુપાયેલા હોવાની માહિતી મળી હતી. જ્યા પોલીસ પહોંચી હતી અને ત્યાંથી મુખ્ય પ્લાનર આરોપી વિકાસકુમાર ઉર્ફે ચંદન ઉર્ફે જેક ઉર્ફે દીપક અને સંજીત ઉર્ફે સચીન દિનેશભાઈ રાજભરને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande