રાજમહેલ રોડ સ્થિત શ્રી કૃષ્ણ મંદિરમાં પંચામૃત અભિષેક, 108 કુંભ જળાભિષેક અને અન્નકૂટ મહોત્સવનું ભવ્ય આયોજન
-શ્રી મોરલી મનોહર ભગવાનના 48મા પાટોત્સવે ભક્તિમય માહોલ, અન્નકૂટ દર્શને ઉમટ્યા વૈષ્ણવો વડોદરા, 21 જૂન (હિ.સ.) શ્રી કૃષ્ણ મંદિર, કોઠી ફળીયા રાજમહેલ રોડ ખાતે આવેલ શ્રી મોરલી મનોહર ભગવાનના, 48મા પાટોત્સવ નિમિત્તે આજે વિવિધ ધાર્મિક મનોરથો અને અન્નકૂટ દ
અન્નકૂટ


અન્નકૂટ


અન્નકૂટ


-શ્રી મોરલી મનોહર ભગવાનના 48મા પાટોત્સવે ભક્તિમય માહોલ, અન્નકૂટ દર્શને ઉમટ્યા વૈષ્ણવો

વડોદરા, 21 જૂન (હિ.સ.) શ્રી કૃષ્ણ મંદિર, કોઠી ફળીયા રાજમહેલ રોડ ખાતે આવેલ શ્રી મોરલી મનોહર ભગવાનના, 48મા પાટોત્સવ નિમિત્તે આજે વિવિધ ધાર્મિક મનોરથો અને અન્નકૂટ દર્શન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંતશ્રીઓના જણાવ્યા મુજબ, જ્યાં આજે શ્રી કૃષ્ણ મંદિર આવેલું છે તે સ્થળ અગાઉ ગંગાભારતી મહારાજની મઢી તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ અહીં શ્રી મોરલી મનોહર કૃષ્ણ ભગવાન, હનુમાનજી મહારાજ અને ગણપતિજીની સ્થાપના સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પવિત્ર સ્થાપનાને આજે 48 વર્ષ પૂર્ણ થતા વિશેષ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટોત્સવની શરૂઆત વહેલી સવારે 4:30 કલાકે મંગળા આરતીથી થઈ હતી. ત્યારબાદ સવારે 5:30 કલાકે પંચામૃત અભિષેક અને સવારે 6:00 થી 8:00 કલાક દરમિયાન કેસર સ્નાન તેમજ 108 કુંભથી જળાભિષેકનો દિવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ભક્તોએ ભગવાનના અભિષેક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સવારે 11:00 કલાકે અખંડ ધૂનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જ્યારે બપોરે 12:00 કલાકે પાટોત્સવ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને હરિનામ સંકીર્તન સાથે ભક્તોએ ભગવાનની આરાધના કરી હતી.

સાંજે 6:00 થી 9:00 કલાક દરમિયાન ભવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ પ્રકારના પ્રસાદ અને ભોજનનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વિશેષ કૃષ્ણ શણગાર અને અન્નકૂટ દર્શન માટે શહેરભરમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો અને કૃષ્ણભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

રાત્રે 9:00 કલાકે મનોરથ આરતી સાથે સમગ્ર પાટોત્સવ મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande