માંગરોલમાં 47 આદિવાસીઓની, હિન્દુ ધર્મમાં પરત ઘરવાપસી
સુરત, 21 જૂન (હિ.સ.)-સુરત જિલ્લાના માંગરોલ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિર ખાતે, ધાર્મિક શુદ્ધિકરણ અને ઘરવાપસી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના 47 આદિવાસી લોકોએ સ્વેચ્છાએ પોતાના મૂળ સનાતન હિન્દુ ધર્
Ai photo Surat


સુરત, 21 જૂન (હિ.સ.)-સુરત જિલ્લાના માંગરોલ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિર ખાતે, ધાર્મિક શુદ્ધિકરણ અને ઘરવાપસી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના 47 આદિવાસી લોકોએ સ્વેચ્છાએ પોતાના મૂળ સનાતન હિન્દુ ધર્મમાં પુનઃ પ્રવેશ કર્યો હતો.

વિધિ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ પરિવારો દ્વારા યજ્ઞમાં આહુતિ અર્પણ કરીને પોતાના મૂળ ધર્મમાં વિધિવત પ્રવેશ કરવામાં આવ્યો હતો. ઘરવાપસી કરનારાઓમાં 21 મહિલાઓ, 20 પુરુષો તેમજ બાળકોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે ધાર્મિક વિધિ સાથે સામાજિક સુધારણાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. હિન્દુ ધર્મમાં પરત ફરેલા તમામ લોકોએ જીવનમાં કોઈપણ પ્રકારનું વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઉપસ્થિત પરિવારો દ્વારા નશામુક્ત અને સંસ્કારી જીવન જીવવાનો સંકલ્પ લેવાયો હતો.

કાર્યક્રમમાં સ્થાનિક ધાર્મિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande