આછોદમાં, ખેડૂતોના ભારે વિરોધ આગળ કંપની અને વહીવટી તંત્ર ઝૂક્યા
યોગ્ય વળતર અને સંમતિ વિના શરૂ કરાયેલી કામગીરી હાલ પૂરતી સ્થગિત ખેડૂતોને બે થી ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, જમીન સાથે અન્યાય નહીં સહન કરીએ ખેડૂતોનો સંદેશ ભરૂચ 21 જૂન (હિ.સ.) આમોદ તાલુકાના આછોદ ગામના સ્થા
આછોદમાં ખેડૂતોના ભારે વિરોધ આગળ કંપની અને વહીવટી તંત્ર ઝૂક્યા


આછોદમાં ખેડૂતોના ભારે વિરોધ આગળ કંપની અને વહીવટી તંત્ર ઝૂક્યા


આછોદમાં ખેડૂતોના ભારે વિરોધ આગળ કંપની અને વહીવટી તંત્ર ઝૂક્યા


આછોદમાં ખેડૂતોના ભારે વિરોધ આગળ કંપની અને વહીવટી તંત્ર ઝૂક્યા


આછોદમાં ખેડૂતોના ભારે વિરોધ આગળ કંપની અને વહીવટી તંત્ર ઝૂક્યા


યોગ્ય વળતર અને સંમતિ વિના શરૂ કરાયેલી કામગીરી હાલ પૂરતી સ્થગિત

ખેડૂતોને બે થી ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો

પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, જમીન સાથે અન્યાય નહીં સહન કરીએ ખેડૂતોનો સંદેશ

ભરૂચ 21 જૂન (હિ.સ.) આમોદ તાલુકાના આછોદ ગામના સ્થાનિક ખેડૂતોની જમીનમાં તેમની સંમતિ કે યોગ્ય વળતર આપ્યા વિના વહીવટી તંત્ર અને પાવરગ્રીડ કંપની દ્વારા મનસ્વી રીતે કામગીરી શરૂ કરી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કોઈ પણ જાતની પૂર્વ સમજુતી વિના એકાએક શરૂ કરાયેલા આ કામનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો જમીન પર એકત્ર થઈ ગયા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા આખરે તંત્ર અને કંપનીએ, નમતું જોખીને કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવાની ફરજ પડી છે.

આમોદ તાલુકાના આછોદ ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા, ખેડૂતોની જમીનમાં કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. કોઈપણ યોગ્ય સમજૂતી, પૂરતું વળતર અને ખેડૂતોની સંમતિ વિના કામગીરી શરૂ કરવાના પ્રયાસ સામે ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

જમીન અમારી જીવનરેખા છે, મનમાની નહીં ચલાવી લેવાય, ખેડૂતોનો આક્રોશ .હાલના સંજોગો અંગે આક્રોશ વ્યક્ત કરતા સ્થાનિક ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અમારી જમીન એ જ અમારી જીવનરેખા અને આજીવિકાનું એકમાત્ર સાધન છે. કોઈ પણ ખાનગી કંપની કે સરકારી તંત્ર પોતાની મનમાની કરીને તેના પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી શકે નહીં. ખેડૂતોના આક્રમક વલણને જોતા મામલો વધુ બિચકે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી હતી.

તંગદિલી વધતા તંત્ર બેકફૂટ પર, 2 થી 3 દિવસની મહોલત અપાઈ ખેડૂતોને, ખેડૂતોના એકસંપ અને ભારે વિરોધ પ્રદર્શનને પગલે સ્થળ પર ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આખરે વાતાવરણ વધુ ન વણસે તે હેતુથી કંપનીના પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર બેકફૂટ પર આવ્યા હતા. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ચાલી રહેલી તમામ કામગીરીને હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે. આ સાથે જ સમગ્ર મામલાની શાંતિપૂર્ણ સમીક્ષા કરવા અને યોગ્ય ઉકેલ લાવવા માટે ખેડૂતોને બે થી ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો કે, ખેડૂતો હજુ પણ પોતાની જમીન અને હક માટે મક્કમ હોવાનું જણાઈ રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande