
જામનગર, 21 જૂન (હિ.સ.) : સરકાર દ્વારા તાજેતરમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા માટે એન્ટી રેડિકલાઈઝેશન સેલનો ઠરાવ કરાયા બાદ જેને પગલે જામનગર જિલ્લામાં પણ પોલીસ દ્વારા એન્ટી રેડિકલાઈઝેશન સેલ કાર્યરત કરવામાં આવ્યો છે.
જેમાં પીએસઆઈ સહિતનાઓને નિમણૂક પણ આપવામાં આવી છે. સરકાર દ્વારા રાજ્યની આંતરિક સુરક્ષા મજબૂત બનાવવા અને કટરપંથી અને આવી વિચારધારાને અટકાવવાનો, સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમો દ્વારા ફેલાવવામાં આવતી શંકાસ્પદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે એન્ટી રેડિકલાઈઝેશન સેલ કાર્યરત કરાયો છે.
જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા, આ સેલમાં પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા, જેઓ અગાઉ લીવ રીઝર્વમાં હતા, તેમની નિમણૂક કરાઈ છે. જ્યારે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા એસ.જી.જાડેજાને જવાબદારી સોંપાઈ છે. આ ટીમ જામનગર એસઓજીના માર્ગદર્શન હેઠળ સંવેદનશીલ મુદ્દાઓ પર સતત મોનિટરિંગ કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt