જામનગરમાં વફાદાર અબોલ શ્વાન પર, હુમલાથી જીવદયા પ્રેમીઓમાં કચવાટ : રજુઆત
જામનગર, 21 જૂન (હિ.સ.) : જામનગર શહેરમાં પશુઓ પ્રત્યેની ક્રૂરતાનો વધુ એક નિંદનીય બનાવ પ્રકાશમાં આવ્યો છે. શહેરના કામદાર કોલોની રોડ નં. 2 વિસ્તારમાં ચારેક દિવસ પૂર્વે મોડી રાત્રે એક અજાણ્યા શખ્સે રસ્તા પર રહેલા એક વૃદ્ધ શ્વાન પર હોકી વડે હુમલો કરી ગં
શ્વાન મામલે રજુઆત


જામનગર, 21 જૂન (હિ.સ.) : જામનગર શહેરમાં પશુઓ પ્રત્યેની ક્રૂરતાનો વધુ એક નિંદનીય બનાવ પ્રકાશમાં આવ્યો છે. શહેરના કામદાર કોલોની રોડ નં. 2 વિસ્તારમાં ચારેક દિવસ પૂર્વે મોડી રાત્રે એક અજાણ્યા શખ્સે રસ્તા પર રહેલા એક વૃદ્ધ શ્વાન પર હોકી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ હુમલાખોરે શ્વાનને માથાના ભાગે ફટકા મારતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાના કારણે ભારે રક્તસ્ત્રાવ થતાં શ્વાનને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પશુચિકિત્સકો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. હુમલો એટલો ગંભીર હતો કે શ્વાનના નાકની નસને નુકસાન પહોંચ્યું હોવાનું તેમજ એક આંખને પણ ગંભીર અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાથી શહેરના જીવદયાપ્રેમીઓ અને પશુપ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. નિર્દોષ અને અબોલ જીવ પર આ પ્રકારની ક્રૂરતા આચરનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

ઘટના સ્થળ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે હુમલાખોરની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જીવદયાપ્રેમીઓ દ્વારા સંબંધિત પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે જ જવાબદાર શખ્સને તાત્કાલિક શોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગણી ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande