ભરૂચ એલસીબીએ નેત્રંગ કાંટીપાડા વચ્ચે, ખુલ્લી જગ્યામાં જુગાર રમતા જુગારીયાઓને ઝડપી લીધા
નેત્રંગ કાંટીપાડા રસ્તા નજીક ક્વોરીની પાછળ ડુંગર પર ખુલ્લી જગ્યામાં પત્તાપાનાનો જુગાર રમાતો હતો ચાર જુગારીયાઓને ઝડપી 45 હજારનો મુદ્દામાલ કબજે કરી 3 ને વોન્ટેડ જાહેર કર્યા ભરૂચ 21 જૂન (હિ.સ.) નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચની
ભરૂચ એલસીબીએ નેત્રંગ કાંટીપાડા વચ્ચે, ખુલ્લી જગ્યામાં જુગાર રમતા જુગારીયાઓને ઝડપી લીધા


નેત્રંગ કાંટીપાડા રસ્તા નજીક ક્વોરીની પાછળ ડુંગર પર ખુલ્લી જગ્યામાં પત્તાપાનાનો જુગાર રમાતો હતો

ચાર જુગારીયાઓને ઝડપી 45 હજારનો મુદ્દામાલ કબજે કરી 3 ને વોન્ટેડ જાહેર કર્યા

ભરૂચ 21 જૂન (હિ.સ.)

નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રેડ પાડીને મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. એલસીબીની આ કાર્યવાહી દરમિયાન જુગાર રમતા કુલ 7 ઇસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી 4 જુગારીઓને પોલીસે રંગેહાથ દબોચી લીધા છે. જ્યારે જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી અને અન્ય બે અજાણ્યા ઇસમો પોલીસને ચકમો આપીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે ફરાર ત્રણેય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ ફરિયાદ મુજબ આ ગુનામાં સંડોવાયેલા કુલ 7 ઇસમો અને રંગેહાથ ઝડપાયેલા આરોપીઓ-

જફરખાન અબ્દુલરશીદ પઠાણ (રહે. નેત્રંગ, જિ. ભરૂચ)

પિન્ટુકુમાર મીઠાલાલ જૈન (રહે. નેત્રંગ, જિ. ભરૂચ)

ઉમેય રવિશંકર વસાવા (રહે. રાજપીપલા, જિ. નર્મદા)

એકનાથ નારાયણ માળી (રહે. ચલથાણ, તા. પલસાણા, જિ. સુરત) અને ફરાર આરોપીઓ, સલમાન અબ્દુલમલીક પઠાણ મુખ્ય આરોપી અને જુગાર રમાડનાર - રહે. નેત્રંગ, જિ. ભરૂચ અને બે અજાણ્યા ઇસમો.

એલસીબીની ટીમે રેડ પાડીને ઘટનાસ્થળેથી ચાર જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જોકે, રેડ દરમિયાન મુખ્ય આરોપી સલમાન અબ્દુલમલીક પઠાણ અને અન્ય બે અજાણ્યા ઇસમો નાસી છૂટ્યા હતા. આ મામલે એલસીબીએ દ્વારા નેત્રંગ પોલીસ મથકમાં તમામ 7 ઇસમો વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande