ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં 21 જૂન, 2026ના રોજ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો.
ભાવનગર 21 જૂન (હિ.સ.) ભાવનગર ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શનો અનુસાર મંડળ મુખ્યાલય સહિત વિવિધ રેલવે સ્ટેશનો પર સવારે 06:00 વાગ્યે સામૂહિક યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક
ભાવનગર  પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં


ભાવનગર 21 જૂન (હિ.સ.) ભાવનગર ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શનો અનુસાર મંડળ મુખ્યાલય સહિત વિવિધ રેલવે સ્ટેશનો પર સવારે 06:00 વાગ્યે સામૂહિક યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ “Yoga for Healthy Ageing” એટલે કે “સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ” નક્કી કરવામાં આવી છે, જેનો હેતુ યોગ દ્વારા સ્વસ્થ, સક્રિય અને સંતુલિત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે.

મંડળ મુખ્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં પતંજલિ યોગ સમિતિ, ભાવનગરના યોગ પ્રશિક્ષકના માર્ગદર્શન હેઠળ મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષા શાલિની વર્મા તથા અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા સાથે મંડળના અધિકારીઓ, કર્મચારીઓ અને રેલવે સુરક્ષા બળના જવાનોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો.

કાર્યક્રમ દરમિયાન સહભાગીઓને કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત વિવિધ યોગાસન, પ્રાણાયામ તથા ધ્યાન સંબંધિત અભ્યાસનું માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ તાડાસન, વજ્રાસન, પવનમુક્તાસન, કપાલભાતી, અનુલોમ-વિલોમ તથા ધ્યાન સહિતની વિવિધ યોગ ક્રિયાઓનો અભ્યાસ કર્યો.

આ અવસરે મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ સૌને નિયમિત યોગને પોતાના દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે પ્રેરિત કરતાં જણાવ્યું કે, યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ માનસિક અને ભાવનાત્મક સંતુલન જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે તમામ સહભાગીઓને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપી.

કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સફળ સંચાલન વેલફેર ટીમ દ્વારા કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં ભાવનગર મંડળના વિવિધ સ્ટેશનો, જેમ કે, ભાવનગર ટર્મિનસ, બોટાદ, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ, સિહોર, ભાણવડ, અમરેલી, ઢસા, લાઠી, જેતલસર અને ગાંધીગ્રામ સહિત અન્ય સ્ટેશનો પર પણ સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમો યોજાયા, જેમાં રેલવે કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande