દાહોદ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી
દાહોદ, 21 જૂન (હિ.સ.) સંયુકત રાષ્ટ્ર સંઘ ધ્વારા ભારતીય સંસ્કૃતિની ઉતમ દેન એવી યોગ વિધાને વૈશ્વિક વિરાસતમાં જાહેર કરવામાં આવેલ છે. તદઅનુસાર વર્ષ ૨૦૧૫થી પ્રતિવર્ષ ૨૧ જૂને ''વિશ્વ યોગ દિવસ'' ઉજવવાનું સંયુકત રાષ્ટ્રસંધ ધ્વારા જાહેર કરાયું છે.ભારત સરક
Vishva yog divas celebration


દાહોદ, 21 જૂન (હિ.સ.) સંયુકત રાષ્ટ્ર સંઘ ધ્વારા ભારતીય સંસ્કૃતિની ઉતમ દેન એવી યોગ વિધાને વૈશ્વિક વિરાસતમાં જાહેર કરવામાં આવેલ છે. તદઅનુસાર વર્ષ ૨૦૧૫થી પ્રતિવર્ષ ૨૧ જૂને 'વિશ્વ યોગ દિવસ' ઉજવવાનું સંયુકત રાષ્ટ્રસંધ ધ્વારા જાહેર કરાયું છે.ભારત સરકારે યોગ વિદ્યાની મુળભૂમિ એવા ભારતમાં સંપૂર્ણ રાષ્ટ્રમાં આ સંદર્ભે તે દિવસે વિરાટ અને વિસ્તૃત યોગ કાર્યક્રમનું આયોજન થાય છે અને તેનો શ્રેય માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે દાહોદ જિલ્લામાં આ ઉજવણી રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારા , કલેકટર સુરભી ગૌતમ , ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા, એડિશનલ કલેકટર જે એમ રાવલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમા વિશાળ જન ભાગીદારી સાથે ઉજવવાનું સરકાર દ્વારા નક્કિ કરવામા આવ્યુ હતું છે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા YOGA FOR HEALTHY AGEING ની થીમ સાથે આજે ૨૧મી જુન-૨૦૨૫ના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામા આવી હતી જેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતા થી કરી હતી અને કહ્યું હતું કે યોગ હમને શરીર ને નિરોગી અને સ્વસ્થ રાખવા માટે શું કરવું અને શું ના કરવું તે શીખવે છે અને આજ વિશ્વ શાંતિ નો માર્ગ છે અને એટલેજ માત્ર આજે યોગ દિવસેજ નહી પણ યોગ 365 ને આગળ વધારીએ

દાહોદમા જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ કાર્યક્રમ એઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ દાહોદ ખાતે યોજાયો હતો જેમા ૨૦૦૦ થી વધુ ની સંખ્યામા યોગ સાથે સંકળાયેલ સંસ્થાઓ જેવી કે પતંજલી યોગ સંસ્થાન, પોલીસ સ્ટાફ, બ્રહ્માકુમારીઝ, વિવિધ NGO એ ભાગ લીધો હતો અને તાલુકા અને નગરપાલિકા સંયુક્ત રીતે એક સ્થળે અને બીજા તાલુકાઓમાં એક સ્થળે ઉજવવામાં આવ્યો હતો . તેમજ આઇકોનિક યોગ સ્થળો નક્કી કરવામાં આવ્યા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah


 rajesh pande