જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને, બોડેલી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
છોટાઉદેપુર, 21 જૂન (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને, બોડેલી તાલુકાના સેવા સદન ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસને સ્પર્શતા અન્ય મહત્વના વિષયો જેવા કે જળ સંચય અભિયાન, આરોગ્ય સુવિ
સંકલન


સંકલન


સંકલન


છોટાઉદેપુર, 21 જૂન (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને, બોડેલી તાલુકાના સેવા સદન ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસને સ્પર્શતા અન્ય મહત્વના વિષયો જેવા કે જળ સંચય અભિયાન, આરોગ્ય સુવિધાઓની સ્થિતિ, સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ અને નાગરિકોને પ્રૉપટી કાર્ડ વિતરણની પ્રક્રિયા અંગેની બાબતો સાંસદ અને ધારાસભ્યો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ તમામ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવીને સાંસદ અને ધારાસભ્યોના પ્રશ્નોને ધ્યાન રાખી સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર ખાસ ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ ડૉ. મુકેશભાઈ રાઠવા, લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર ઓમકાર સિંદે, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર તેમજ નિવાસી અધિક કલેક્ટર શૈલેશ ગોકલાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande