બોડેલી એપીએમસી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાના, અધ્યક્ષસ્થાને 'ઉત્સવ દિવસ'ની ઉજવણી કરાઈ
છોટાઉદેપુર , 21 જૂન (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા રાઠવાના અધ્યક્ષસ્થાને ''ઉત્સવ દિવસ''ની ઉજવણી કરવામાં આવી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
ઉત્સવ


ઉત્સવ


ઉત્સવ


ઉત્સવ


છોટાઉદેપુર , 21 જૂન (હિ.સ.)

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા રાઠવાના અધ્યક્ષસ્થાને 'ઉત્સવ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૩મો હપ્તો પશ્ચિમ બંગાળ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી દેશના ૯.૪૪ કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી (DBT) માધ્યમથી રૂ.૧૮,૮૮૦ કરોડથી વધુની રકમ સીધી જમા કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પશ્ચિમ બંગાળ ખાતેથી દેશના તમામ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૩મો હપ્તો ખાતામાં નાખ્યો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લાના ૧,૦૩,૨૬૪ ખેડૂતોના ખાતામાં કુલ રૂ. ૨૦.૬૪ કરોડ સીધા જમા થયા છે.

કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ યોજનાઓ સબસિડી મેળવનારા લાભાર્થી ખેડૂતોને મહાનુભવોના હસ્તે મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ હેમલતાબેન રાઠવા, ઉપપ્રમુખ રમણભાઈ નાયકા, કારોબારી ચેરમેન રવિરાજસિંહ ઠાકોર, બોડેલી એપીએમસી ચેરમેન કૌશિકભાઈ પટેલ, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ, તેમજ બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande