કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને, ‘સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાઈ
ગીર સોમનાથ, 21 જૂન (હિ.સ.) ગીર સોમનાથ કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જનહિતલક્ષી પ્રશ્નોના ત્વરિત નિરાકરણ લાવવાના હેતુથી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં લોકપ્ર
કલેક્ટર  જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ‘


ગીર સોમનાથ, 21 જૂન (હિ.સ.) ગીર સોમનાથ કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જનહિતલક્ષી પ્રશ્નોના ત્વરિત નિરાકરણ લાવવાના હેતુથી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં લોકપ્રશ્નો તેમજ વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

સંકલન સમિતીની બેઠકમાં નાગરિકલક્ષી મુશ્કેલીઓના ઉકેલ માટે તેમજ જિલ્લાના વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરતાં કલેક્ટરએ સુગમ પોર્ટલની અરજીઓ તેમજ મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળના બાકી આયોજન વિશે ચર્ચા કરી હતી. વધુમાં કલેક્ટરએ જ્યારે કર્મચારી નિવૃત થાય એ મહિનામાં જ કર્મચારીના પેન્શન કેસોનો સત્વરે કાર્યવાહી કરવા, શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું જિલ્લામાં સુનિયોજીત અમલીકરણ, આંતરિક વિભાગના સંકલનથી કામગીરી કરવા માર્ગદર્શિત કર્યા હતાં.

ફરિયાદ સમિતીની બેઠકમાં જનપ્રતિનિધિઓએ જિલ્લાના વિવિધ સ્થળોએ સર્વિસ રોડ બનાવવા બાબત, ઉના તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં બાયપાસથી જે-તે ગામમાં જવાના માર્ગને દુરસ્ત કરવા, ભેટાળી ગામે સિદ્ધિ કંપનીના માઈન્સના હિયરિંગ બાબતે, કાજલી-બાદલપરા-લાટી સહિતના ગામમાંથી પસાર થતી જૂની ૬૬ કે.વી. લાઈનની સ્થિતિ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતાં.

કલેક્ટરએ તમામ પ્રશ્નોને લક્ષમાં લઈ નાગરિકોની સુવિધામાં વધારો થાય એવા તમામ પ્રશ્નોને સત્વરે લક્ષમાં લઈ સંબંધિત વિભાગના અધિકારીઓને ઝડપી કામગીરીથી ઉકેલ માટે સૂચનાઓ આપી હતી.

નિવાસી અધિક કલેક્ટરએ નાગરિકોની પડતર અરજીઓ, સુગમ ડિજિટલ પોર્ટલની કામગીરી, પગાર ફિક્સેશન, સરકારી લેણાંની વસૂલાત, આંતર-વિભાગીય સંકલન દ્વારા બાકી સરકારી લેણાંની વસૂલાત સહિત ત્રણ મહિનાથી વધુ પડતર અરજીઓનો સત્વરે નિકાલ થાય એ દિશામાં કામગીરી કરવા સૂચન કર્યા હતાં.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વિમલભાઈ ચુડાસમા, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી કે.આર.પરમાર, જે.વી.કાકડિયા સહિત શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, માર્ગ અને મકાન વિભાગ પંચાયત અને રાજ્ય સહિત અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande