સોમનાથ મંદિર ખાતે ૧૨મા 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી થઈ,
-નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં, યોગાભ્યાસ કરાયો સોમનાથ 21 જૂન (હિ.સ.) સોમનાથ ઘૂઘવતા અરબી સમુદ્રના કિનારે આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પટાંગણમાં નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં જિ
સોમનાથ મંદિર ખાતે ૧૨મા 'આંતરરાષ્ટ્રીય યોગ


-નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં, યોગાભ્યાસ કરાયો

સોમનાથ 21 જૂન (હિ.સ.) સોમનાથ ઘૂઘવતા અરબી સમુદ્રના કિનારે આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પટાંગણમાં નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. દરિયાના ઊછળતા મોજાના રવ વચ્ચે સવારના આહલાદક વાતાવરણમાં 'યોગા ફોર હેલ્ધી એજીંગ' ની થીમ સાથે યોજાયેલા યોગાભ્યાસથી સોમનાથ પટાંગણ યોગમય બન્યું હતું.

વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાએ આ અવસરે જણાવ્યું હતું કે, યોગ એ માત્ર એક દિવસનો કાર્યક્રમ, વ્યાયામ અને આસન ન બની રહેતા મનુષ્યજીવનના સમગ્ર જીવનદર્શનને જોડતો એક ભાગ બની રહે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ અને ૧૨મા 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી એકસાથે થઈ રહી છે. તે એક સુભગ સમન્વય છે. 'સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ' ની થીમ સાથે આજે 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી થઈ રહી છે. યોગ એ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા છે. ગુરૂકૂળ પરંપરામાં આધ્યાત્મિક સાધના માટે યોગ થતાં હતાં. આજે ભારતની સરહદના સીમાડા વટાવી યોગને સમગ્ર વિશ્વમાં સ્વીકૃતિ મળી છે. એમ એમણે ઉમેર્યું હતું.

આધુનિક જીવનશૈલીમાં સંતુલન લાવવા અને સમગ્ર પૃથ્વી તથા માનવજાતિના કલ્યાણ માટેનો સંદેશ 'યોગા ફોર હેલ્ધી એજીંગ' લક્ષમાં લઈ 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણીમાં યોગના તજજ્ઞ શિક્ષકો દ્વારા કોમન યોગ પ્રોટોકોલ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. વરસિંગપુરની બાળાઓએ આ અવસરે વિવિધ આસન અને મુદ્રાઓ સાથેના યોગાભ્યાસને રજૂ કર્યો હતો. જેને ઉપસ્થિત સર્વેએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યો હતો.

આ તકે ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુઅલ સંબોધન પણ નિહાળ્યું હતું.

યોગ દિવસના અવસરે રાજ્યસભા સાંસદ માનસિંહભાઈ પરમાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલ,

અગ્રણી સંજયભાઈ પરમાર, કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, સોમનાથ મંદિર મેનેજર વિજયસિંહ ચાવડા, જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ શાળા-કોલેજ સહિત શૈક્ષણિક સંસ્થાઓ, એનજીઓ તેમજ સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande