ગીર ગઢડામાં તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી થઈ,
-જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા સહિત મહાનુભાવો સહભાગી થયા ગીર સોમનાથ 21 જૂન (હિ.સ.) ગીર સોમનાથ ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી નિમિતે ગીર ગઢડાના દ્રોણેશ્વર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા સહિતના મહાનુભાવ
ગીર ગઢડામાં તાલુકા કક્ષાના યોગ દિવસની


-જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા સહિત મહાનુભાવો સહભાગી થયા

ગીર સોમનાથ 21 જૂન (હિ.સ.) ગીર સોમનાથ ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી નિમિતે ગીર ગઢડાના દ્રોણેશ્વર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા સહિતના મહાનુભાવોએ યોગાભ્યાસ કર્યા હતાં. દ્રોણેશ્વર ખાતે પ્રકૃતિના સાન્નિધ્યમાં વહેલી સવારે યોગ સાધકો, વિદ્યાર્થીઓ અને મહાનુભાવોએ યોગ અને પ્રાણાયામ કરી 'યોગ થકી સ્વસ્થ સમાજ' નો સંદેશો આપ્યો હતો.

ઉપરાંત, યોગ એ માત્ર એક દિવસ પૂરતો મર્યાદિત ન રહેતા નિયમિત જીવનમાં યોગનો સમાવેશ કરી સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટે સર્વે યોગસાધકો સંકલ્પબદ્ધ થયાં હતાં.

'વિશ્વ યોગ દિવસ' અવસરે તાલુકા પંચાયત પ્રમુખ માનભાઈ મકવાણા, મામલતદાર તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યઓ તથા ગ્રામજનોએ યોગાસન કર્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande