૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ જમીનની ફળદ્રુપતાને ઉત્તમ બનાવી પાક નફો વધારે છે પ્રાકૃતિક કૃષિ
ગીર સોમનાથ, 21 જૂન (હિ.સ.) ગીર સોમનાથ ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અંતર્ગત આહિર સમાજની વાડી ખાતે પ્રાકૃતિક પરિસંવાદ સહ પ્રદર્શન યોજાયું હતું. પ્રાકૃતિક આહારનું વાવેતર કરી પ્રાકૃતિક કૃષિ અપનાવનાર ખેડૂત રામભાઈ સોલંકીએ પોતાનો અનુભવ રજૂ
જમીનની ફળદ્રુપતાને ઉત્તમ બનાવી પાક નફો વધારે


ગીર સોમનાથ, 21 જૂન (હિ.સ.) ગીર સોમનાથ ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અંતર્ગત આહિર સમાજની વાડી ખાતે પ્રાકૃતિક પરિસંવાદ સહ પ્રદર્શન યોજાયું હતું. પ્રાકૃતિક આહારનું વાવેતર કરી પ્રાકૃતિક કૃષિ અપનાવનાર ખેડૂત રામભાઈ સોલંકીએ પોતાનો અનુભવ રજૂ કર્યો હતો.

આંબલિયાળાના વતની રામભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, હું ક્રિષ્ના વર્મીકમ્પોસ્ટ નામથી પ્રાકૃતિક ખેતી કરું છું. ઉપરાંત વર્મીકમ્પોસ્ટનું વેંચાણ કરી અને ખેડૂતો સુધી પહોંચાડું છું. પ્રાકૃતિક ખેતી એ ખેતર માટે લાભદાયી છે. જેથી હું અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપું છું.

ક્રિષ્ના વર્મીકમ્પોસ્ટ નામથી ખેડૂતોને પ્રાકૃતિક ખાતરનું વેચાણ કરી અને આવક મેળવું છું. આ ખાતરનો વપરાશ કરતા ફાયદો જણાતા ઘણાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની જરુરિયાત છે. જેનાથી જમીનમાં ફળદ્રુપતા વધે છે. જો જમીનની ફળદ્રુપતા વધે તો પાક નફો પણ વધે છે. એમ એમણે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે દેશભરમાં અભિયાન ચલાવી ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં પોતાની સહભાગીદારી નોંધાવી રહ્યાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande