
-જૂના સર્કિટ હાઉસની સામે, રાજેન્દ્ર ભુવન રોડ ખાતે મહેસૂલી સેવાઓ, વિવિધ પ્રમાણપત્રો અને અન્ય વહીવટી અરજીઓની કામગીરી થશે---
ગીર સોમનાથ 21 જૂન (હિ.સ.) ગીર સોમનાથ વેરાવળ (ગ્રામ્ય) મામલતદાર કચેરીનું નવું બિલ્ડીંગ બનાવવાનું હોવાથી મામલતદાર કચેરી, વેરાવળ(ગ્રામ્ય)નું વહીવટી કામકાજ તા.૨૨/૦૬/૨૦૨૬ થી વેરાવળ શહેરમાં આવેલા સ્પેશીયલ બ્યુરો કવાર્ટસ (જૂના સર્કિટ હાઉસની સામે, રાજેન્દ્ર ભુવન રોડ)ખાતે સ્થળાંતરીત કરવામાં આવશે.
જેથી આગામી તા.૨૨/૦૬/૨૦૨૬ થી મામલતદાર કચેરીને લગતી તમામ કામગીરી જેવી કે મહેસૂલી સેવાઓ, વિવિધ પ્રમાણપત્રો અને અન્ય વહીવટી અરજીઓ,મામલતદાર કોર્ટને લગત કાર્યવાહી વગેરે માટે અરજદારોએ વેરાવળ શહેરમાં આવેલ સ્પેશીયલ બ્યુરો ક્વાર્ટસ (જુના સર્કીટ હાઉસની સામે,રાજેન્દ્ર ભુવન રોડ)ખાતે પરીસરમાં સંપર્ક કરવાનો રહેશે.
જેની વેરાવળ(ગ્રામ્ય) તાલુકાની જાહેર જનતા અને તમામ નાગરીકોને, નોંધ લેવા મામલતદાર વેરાવળ(ગ્રામ્ય)ની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ