આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ગુવાહાટીમાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સીતારમણે યોગ કર્યા
ગુવાહાટી, નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.). દેશના અન્ય ભાગોની જેમ સમગ્ર આસામની સાથે ગુવાહાટીમાં પણ રવિવારે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ આસામ સરકારના મંત્રીઓની સાથે અગ્રણી હસ્તીઓએ યોગ સત્રમાં ભાગ
યોગા


ગુવાહાટી, નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.). દેશના અન્ય ભાગોની જેમ સમગ્ર આસામની સાથે ગુવાહાટીમાં પણ રવિવારે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ આસામ સરકારના મંત્રીઓની સાથે અગ્રણી હસ્તીઓએ યોગ સત્રમાં ભાગ લઈને લોકોને સ્વસ્થ મન, સ્વસ્થ શરીર અને સ્વસ્થ સમાજનો સંદેશ આપ્યો હતો.

આ કડીમાં ગુવાહાટીના ઉઝાન બજારમાં બ્રહ્મપુત્રા નદીના કિનારે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમાની સાથે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ભાગ લઈને યોગાભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો યોગ કરતા જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ યોગ કરીને સ્વાસ્થ્ય અને સદ્ભાવનાની ભાવના સાથે દિવસની શરૂઆત કરી હતી.

મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા ફેસબુકના પોતાના સત્તાવાર હેન્ડલ દ્વારા જણાવ્યું હતું કે, યોગ સાધના મનુષ્યના શરીર, મન અને આત્મા વચ્ચે એક સુંદર સમન્વય સ્થાપિત કરે છે. આજની વ્યસ્ત જિંદગીમાં સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી બનાવવા માટે યોગની ભૂમિકા અજોડ છે.

તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે, ચાલો આપણે સૌ યોગને આપણા દૈનિક જીવનનો હિસ્સો બનાવીને એક સ્વસ્થ, મજબૂત અને સકારાત્મક સમાજ બનાવવાનો સંકલ્પ લઈએ.

તેમણે સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande