હરિયાણામાં, ત્રીજાથી નવમા ધોરણ સુધીના અભ્યાસક્રમમાં યોગનો સમાવેશ કરવામાં આવશે: નાયબ સૈની
ચંડીગઢ, નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.) હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રવિવારે પંચકુલામાં આયોજિત રાજ્ય સ્તરીય કાર્યક્રમ દરમિયાન દેશ-વિદેશથી આવેલા યોગ સાધકો અને રાજ્યના નાગરિકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ચાલુ
અભ્યાસ


ચંડીગઢ, નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.) હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રવિવારે પંચકુલામાં આયોજિત રાજ્ય સ્તરીય કાર્યક્રમ દરમિયાન દેશ-વિદેશથી આવેલા યોગ સાધકો અને રાજ્યના નાગરિકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન રાજ્યમાં આઠમા ધોરણના અભ્યાસક્રમમાં યોગનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આગામી શૈક્ષણિક સત્ર દરમિયાન ધોરણ ત્રણથી નવ સુધીના અભ્યાસક્રમમાં યોગ શિક્ષણ લાગુ કરવામાં આવશે. આનાથી વિદ્યાર્થીઓમાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસને પ્રોત્સાહન મળશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની તમામ શાળાઓમાં યોગ અને યોગ શિક્ષણને નિયમિતપણે પ્રોત્સાહિત કરવા માટે તમામ પીટીઆઈ, ડીપીઆઈ, પીજીટી અને ચિહ્નિત પીઆરટી શિક્ષકોને યોગાસનની વિશેષ તાલીમ આપવામાં આવશે, જેથી દરેક શાળામાં વિદ્યાર્થીઓને નિયમિતપણે યોગાભ્યાસ કરાવી શકાય.

પંચકુલામાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્ય સ્તરીય સમારોહમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, ગેમ્બિયા, ઇરાક, લેસોથો, મેડાગાસ્કર, દક્ષિણ સુદાન, તાંઝાનિયા, યુગાન્ડા અને ઝિમ્બાબ્વે સહિત 16 દેશોના યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનો હિસ્સો બન્યા હતા. આ ઉપરાંત આઈટીબીપી, સીઆરપીએફ અને હરિયાણા પોલીસના જવાનોએ પણ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રી નાયબ સૈનીએ જાહેરાત કરી હતી કે, હરિયાણા કર્મચારી પસંદગી આયોગ અને હરિયાણા જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત તમામ પરીક્ષાઓમાં યોગ સંબંધિત કેટલાક પ્રશ્નો ફરજિયાતપણે સામેલ કરવામાં આવશે. આ માટે પરીક્ષા નીતિમાં જરૂરી સુધારા કરવામાં આવશે. તેમણે મોરનીમાં કુદરતી ઉપચાર અને યોગ ક્ષેત્રે કાર્યરત રાજ્ય સ્તરીય સંસ્થાની સ્થાપના કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ સંસ્થામાં કુદરતી ઉપચાર અને યોગ સંબંધિત સ્નાતક સ્તરના અભ્યાસક્રમો ચલાવવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં સ્થાપિત કરવામાં આવી રહેલા પાંચ સેન્ટર ઓફ એક્સેલન્સમાં પણ યોગને એક મુખ્ય ઘટક તરીકે સામેલ કરવામાં આવશે. જે અંતર્ગત યુનિવર્સિટીઓમાં યોગ શિક્ષણ, તાલીમ, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં આવશે. હરિયાણાના ઉચ્ચ શિક્ષણ વિભાગના તમામ સ્પોર્ટ્સ વિભાગોનું નામ બદલીને હવે સ્પોર્ટ્સ અને યોગ વિભાગ રાખવામાં આવશે, જેથી યોગને સંસ્થાકીય સ્તરે યોગ્ય સ્થાન અને ઓળખ મળી શકે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની રમતગમત નીતિમાં યોગાસનને એક રમત તરીકે સામેલ કરવામાં આવશે. આ માટે જરૂરી સુધારા કરવામાં આવશે. યોગના અભ્યાસક્રમમાં આયુર્વેદના કેટલાક અંશોનો સમાવેશ કરવામાં આવશે. અગાઉ મંજૂર કરાયેલા આયુષ યોગ કોચની ખાલી જગ્યાઓ પર ટૂંક સમયમાં નિમણૂકો કરવામાં આવશે. આ પહેલા હરિયાણાના આરોગ્ય અને આયુષ મંત્રી આરતી સિંહ રાવે જણાવ્યું હતું કે, યોગ આજે એક ઉત્સવનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિ અને પ્રેરણાથી આજે યોગ એક જન આંદોલન બની ગયો છે. યોગ આજે વન અર્થ, વન ફેમિલી, વન નેશન અને વન ફ્યુચરને સાર્થક કરી રહ્યો છે.

આરતી રાવે જણાવ્યું હતું કે, આજે આયુષ વિભાગ વતી વરિષ્ઠ નાગરિક સેવા અને આરોગ્ય પોર્ટલ સંજીવની યોગ કાર્યક્રમનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ સુમિતા મિશ્રા, આયુષ વિભાગના મહાનિર્દેશક સંજીવ વર્મા, મુખ્યમંત્રીના રાજકીય સચિવ તરુણ ભંડારી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હરિયાણા સરકાર પોતાના રાજ્ય ગીતને વિધાનસભામાં મંજૂરી આપી ચૂકી છે. આ ગીત સરકારી કાર્યક્રમોમાં વગાડવામાં આવે છે. હવે તેને શાળાના વિદ્યાર્થીઓ અને યુવા પેઢી સુધી પહોંચાડવામાં આવશે. હરિયાણાના મુખ્યમંત્રીએ રવિવારે યોગ દિવસ પર જાહેરાત કરી હતી કે, રાજ્યની તમામ સરકારી શાળાઓમાં પ્રાર્થના સભા દરમિયાન રાજ્ય ગીતનું સામૂહિક ગાન શરૂ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓમાં રાજ્ય પ્રત્યે ગૌરવ, શિસ્ત અને રાષ્ટ્રીય ચેતનાનો સંચાર થઈ શકે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / અમરેશ દ્વિવેદી

}

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande