કર્ણાવતી યુનિવર્સિટીમાં, 12 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
ગાંધીનગર, 21 જૂન (હિ.સ.) : આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય જાળવવા માટે યોગનું મહત્વ સતત વધી રહ્યું છે. યોગ માત્ર કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની એક વૈજ્ઞાનિક અને પ્રાચીન ભારતીય
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત કાર્યક્રમ


યોગ દિવસ અંતર્ગત કાર્યક્રમ


ગાંધીનગર, 21 જૂન (હિ.સ.) : આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય જાળવવા માટે યોગનું મહત્વ સતત વધી રહ્યું છે. યોગ માત્ર કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની એક વૈજ્ઞાનિક અને પ્રાચીન ભારતીય જીવનપદ્ધતિ છે. યોગ વ્યક્તિને તંદુરસ્ત, એકાગ્ર, શાંત અને સકારાત્મક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ જ હેતુ ને સાકાર કરવા કર્ણાવતી યુનિવર્સિટી ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમમાં યોગ વિશેષજ્ઞ ડો. નીલમ દેસાઈ અને નિકિતા પ્રજાપતિએ ઉપસ્થિત સૌને વિવિધ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની પ્રક્રિયાનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યોગના નિયમિત અભ્યાસથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતો હોવા ઉપરાંત માનસિક તણાવમાં ઘટાડો થાય છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે કર્ણાવતી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. તારિક અલી સૈયદ ના માર્ગદર્શન હેઠળ, કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, યોગ ભારતની અમૂલ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ધરોહર છે. આજના સમયમાં સ્વસ્થ સમાજનું નિર્માણ માટે યોગ દૈનિક જીવનના અભિન્ન ભાગ બનાવવાની જરૂરિયાત છે. યુવાનોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધે અને તેઓ સ્વસ્થ તથા જવાબદાર નાગરિક તરીકે વિકસે તે માટે આવા કાર્યક્રમોનું વિશેષ મહત્વ છે.

કાર્યક્રમનું સમગ્ર આયોજન અને સંકલન એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર અંજલિ પટેલ તથા એનસીસી ઓફિસર હર્ષ રૂપાલા દ્વારા, કરવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ રીતે યોગાભ્યાસ માં ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ યોગને પોતાના રોજિંદા જીવનમાં અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. યોગ દ્વારા સ્વસ્થ શરીર, સ્વસ્થ મન અને સ્વસ્થ સમાજના સંદેશને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સકારાત્મક ઉર્જા, ઉત્સાહ અને સ્વાસ્થ્ય જાગૃતિ ના વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા આયોજિત આ ઉજવણી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના હેતુઓને સાર્થક કરતી, સાબિત થઈ હતી અને યુવાનોમાં સ્વાસ્થ્ય, શિસ્ત અને જીવન મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande