જામનગર-વડોદરા ઈન્ટરસિટી, આગામી 8 જુલાઈ સુધી બાજવા સ્ટેશન સુધી જ જશે
જામનગર, 21 જૂન (હિ.સ.) : પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં, વડોદરા સ્ટેશન યાર્ડ રિમોડલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના કમિશનિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસ
ભારતીય રેલવે


જામનગર, 21 જૂન (હિ.સ.) : પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં, વડોદરા સ્ટેશન યાર્ડ રિમોડલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના કમિશનિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ બ્લોકના કારણે પ્રભાવિત થનારી ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી 21 જૂનથી 8 જુલાઈ, 2026 સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (યાત્રા ટૂંકાવવામાં) કરવામાં આવશે અને બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી 21 જૂનથી 8 જુલાઈ, 2026 સુધી બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (શરૂ) કરવામાં આવશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. મુસાફરોને વિનંતી છે કે, તેઓ મુસાફરી કરતા પહેલા ટ્રેનના સમય, સ્ટોપેજ અને અન્ય નવીનતમ માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ ઉપર તપાસ કરી લે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande