આઈ.ટી.આઈ. પ્રવેશ માટે દિવ્યાંગ ઉમેદવારોની મેડિકલ ચકાસણી ૨૪ જૂને યોજાશે
જૂનાગઢ, 21 જૂન (હિ.સ.) સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (I.T.I.), જૂનાગઢ દ્વારા જણાવવામાં આવે છે કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે આઈટીઆઈ પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરનાર જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાના દિવ્યાંગ ઉમેદવારોની મેડિકલ ચકાસણી તા. ૨૪ જૂન, ૨૦૨૬ના રોજ
આઈ.ટી.આઈ. પ્રવેશ માટે દિવ્યાંગ ઉમેદવારોની મેડિકલ ચકાસણી ૨૪ જૂને યોજાશે


જૂનાગઢ, 21 જૂન (હિ.સ.) સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (I.T.I.), જૂનાગઢ દ્વારા જણાવવામાં આવે છે કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે આઈટીઆઈ પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરનાર જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાના દિવ્યાંગ ઉમેદવારોની મેડિકલ ચકાસણી તા. ૨૪ જૂન, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જૂનાગઢ ખાતે યોજાશે.

સંબંધિત તમામ ઉમેદવારોએ મેડિકલ ચકાસણી માટે લાયકાત સંબંધિત પ્રમાણપત્રો,દિવ્યાંગતા (Disability) પ્રમાણપત્ર, જન્મ તારીખનું પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ મુજબના મૂળ દસ્તાવેજો તથા તેની એક-એક ઝેરોક્ષ નકલ સાથે નિયત તારીખ અને સમયે રૂબરૂ હાજર રહી મેડિકલ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ગેરહાજર રહેનાર ઉમેદવારોની જવાબદારી તેમની પોતાની રહેશે.વધુ માહિતી માટે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જૂનાગઢ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande