વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વડસર ગામે, દારૂના અડ્ડાઓ સામે સ્થાનિકોએ લાલ આંખ કરી
વડોદરા , 21 જૂન (હિ.સ.) વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વડસર ગામે દારૂના અડ્ડાઓ સામે સ્થાનિકોએ લાલ આંખ કરી છે. વડસર ગામના ગોચર વિસ્તારમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે આજે સ્થાનિકો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી.
દારૂ


દારૂ


દારૂ


દારૂ


વડોદરા , 21 જૂન (હિ.સ.) વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વડસર ગામે દારૂના અડ્ડાઓ સામે સ્થાનિકોએ લાલ આંખ કરી છે. વડસર ગામના ગોચર વિસ્તારમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે આજે સ્થાનિકો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું.

વડસર ગામના ગોચર વિસ્તારમાં સાંજના સમયે બિયર બાર જેવો માહોલ જોવા મળતો હતો અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની માહિતી સ્થાનિકોને મળી હતી. સ્થાનિકોએ સાહસ કરી જનતા રેડ કરતા ૨૫ થી ૩૦ પેટી જેટલો, વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને દારૂનો જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

થોડા દિવસો અગાઉ અટલાદરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂ પકડાયા બાદ માંજલપુર અને અટલાદરા પોલીસ મથકના પીઆઈની બદલી કરવામાં આવી હતી. તેમ છતાં ફરી એકવાર આ જ વિસ્તારમાં દારૂનો જથ્થો ઝડપાતા પોલીસની કાર્યક્ષમતા અને દારૂબંધીના અમલ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. શું સ્થાનિક પોલીસ, આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી અજાણ હતી કે, પછી જાણીજોઈને આંખ આડા કાન કરવામાં આવતા હતા, તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.

પોલીસે આ કેસમાં ૨ થી ૩ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની ધરપકડ માટે વિવિધ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી પ્રવેશે છે અને સપ્લાય ચેઈન કોણ ચલાવે છે, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે, શું પોલીસ માત્ર નાના બુટલેગરો સુધી પહોંચશે કે આ કાળા કારોબારના મુખ્ય સૂત્રધારોને પણ જેલના સળિયા પાછળ ધકેલશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande