હેરિટેજ ટાઉનશિપ, કડા ચોકડી ખાતે ગૃહિણી બહેનોએ ઉત્સાહભેર ઉજવ્યો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
મહેસાણા, 21 જૂન (હિ.સ.)વિસનગર તાલુકાના હેરિટેજ ટાઉનશિપ, કડા ચોકડી વિસ્તારમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. સોસાયટીની ગૃહિણી બહેનોએ એકત્રિત થઈ યોગાભ્યાસ કરીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. વહેલી સવારે ય
હેરિટેજ ટાઉનશિપ, કડા ચોકડી ખાતે ગૃહિણી બહેનોએ ઉત્સાહભેર ઉજવ્યો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ


મહેસાણા, 21 જૂન (હિ.સ.)વિસનગર તાલુકાના હેરિટેજ ટાઉનશિપ, કડા ચોકડી વિસ્તારમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. સોસાયટીની ગૃહિણી બહેનોએ એકત્રિત થઈ યોગાભ્યાસ કરીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

વહેલી સવારે યોજાયેલા આ કાર્યક્રમમાં બહેનોએ રોજિંદા ઘરકામમાંથી સમય કાઢીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોગાસનો અને પ્રાણાયામની ક્રિયાઓ કરાવવામાં આવી હતી, જેના દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ યોગ સત્રનું માર્ગદર્શન યોગ ટ્રેનર કોકિલાબેન પ્રજાપતિ અને પીનાબેન પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે યોગના નિયમિત અભ્યાસથી શરીરને તંદુરસ્ત રાખવા, તણાવ ઘટાડવા અને જીવનમાં સકારાત્મકતા વધારવાના ફાયદાઓ વિશે માહિતી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન પીનાબેન પટેલે જણાવ્યું હતું કે, “જો ગૃહિણી સ્વસ્થ રહેશે, તો આખો પરિવાર સ્વસ્થ રહેશે.” તેમના આ સંદેશને બહેનોએ આવકારી યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમના અંતે તમામ બહેનોએ નિયમિત યોગ કરી પોતાના તથા પરિવારના સ્વાસ્થ્યનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande